________________ 28 પ્રાચીના દેવના હસ્તમાં મોદકપાત્ર હોઈ ઉપલો બાહુ નૃત્યભંગીની ગજદંડમુદ્રામાં છે. અલંકરણોમાં કપોલે એકાવલી મણિબંધનું મસ્તકાભરણ છે, જેના બેય બાજુના છેડાને અંતે ચમરીનાં સુશોભન છે. અન્ય આભૂષણોમાં એકાવલી, બાજુબંધ, કેયૂર, છાતીબંધ અને નૂપુર છે. ઉદર પર નાગનો ઉદરબંધ શોભતો હોઈ એનો પુચ્છભાગ આકર્ષક રીતે સૂંઢની અંદર થઈ બહાર જતો બતાવેલ છે. દૂદાળા દેવના બંને પાદ નૃત્યભંગીમાં રત બતાવ્યા છે. પરિધાન કરેલ ટૂંકી ધોતીને સ્કાર્ફવસ્ત્રથી બાંધેલી છે. પોતાની પાટલીનો વચ્ચેનો છેડો ગોમૂત્રિક ઘાટ (Zigaag Pattern) બતાવે છે. આ પ્રકારના વસ્ત્રના છેડાઓ, પાટલીનો પ્રકાર પ્રાચીન પરિપાટી બતાવતો હોઈ, ગાંધાર ગુપ્ત અને અનુગુપ્તકાલીન શિલ્પોમાં જોવા મળે છે." ટોટુના નૃત્યગણેશને શૈલી અને અલંકરણોને આધારે ઇશુના છઠ્ઠા સૈકાના અંતભાગે કે સાતમાં શતકના પૂર્વાર્ધ મૂકી શકાશે. ટોટુનો શિલ્પસમૂહ શૈલીએ શામળાજી આમઝરા માતરિયા કલ્યાણપુર અડાલજ અને વડનગરની પ્રતિમાઓ સાથે સામ્ય ધરાવે છે. ટોટુનાં બધાં શિલ્પો શામળાજીની જેમ બેઠક-બેસણી (Pedestal) વાળાં હોઈ એ ઉપાસ્યમૂર્તિઓ હોવાનું સૂચવે છે. તંત્રની અસર ટોટુની માતૃકાઓના અસ્થિકુંડલથી સમજાય છે. પશ્ચિમ ભારતની ગુપ્ત અને અનુગુપ્તકાલીન શિલ્પસમૃદ્ધિમાં ટોટુના ગણેશ અને અન્ય શિલ્પોથી અગત્યનો ઉમેરો થાય છે. પાદટીપ : 1. જેમ્સ બર્જેસ, અમરાવતી, પટ્ટ-૩૦નું 1 વળી જુઓ એ. કે. કુમારસ્વામી યક્ષ ભાગ-૧, પૃ.૪૨, ચિત્ર-૧ 2. હસમુખ સાંકળિયા, પુરાતત્ત્વમાં ગુજરાત, પૃ.૫૬ 3. એલિસ ગેટ્ટી, ગણેશ, પૃ. 27 4. રવિ હજરનીસ, શામળાજીની દ્વિભુજ ગણેશપ્રતિમા, સમયાંકન અને વિચારણા, પથિક - ફેબ્રુ. 84', પૃ.૨૨ 5. રવિ હજરનીસ, ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ, એક વિહંગાવલોકન, અમદાવાદ, 1999, પરિશિષ્ટ-૨, પૃ.૭૩. અ. પી.એ ઇનામદાર, સમ આર્કિયોલોજિકલ ફાઈવ્ઝ ઇન ધ ઇડરસ્ટેટ, 1936 બ. યુ.પી.શાહ, સ્કચ્ચર્સ ફૉમ શામળાજી ઍન્ડ રોડા, બુલેટિન ઑફ ધ બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિકચર ગેલરી, વડોદરા, 1960 ક. રવિ હજરનીસ, ગુજરાતની કેટલીક સૂર્યપ્રતિમાઓ, સ્વાધ્યાય, પૃ.૨૧, અંક 2, ફેબ્રુ.૮૪', પૃ.૧૯૭ ડ. રવિ હજરનીસ અને વર્મા, શામળાજીના કેટલાંક અપ્રકાશિત શિલ્પો, સ્વાધ્યાય, પૃ.૧૮, અંક-૩, મે.૮૧, પૃ. 294-96, ચિત્ર 1-2-3 7. આર.સી.અગ્રવાલ, સમ અનપબ્લિગ્ડ સ્કલ્પચર્સ ફૉમ સાઉથ-વેસ્ટર્ન રાજસ્થાન, લલિતકલા, નં.૫, ઓક્ટો 8. વિ.એચ.સોનવણે, માતરિયાનાં ગુપ્તકાલીન, માતૃકાશિલ્પો', સ્વાધ્યાય, પૃ.૧૮, અંક-૨ (ફેબ્રુ.૮૧), પૃ.૧૯૨-૧૯૭, સોનવણેએ માતંરિયાના શિલ્પોને 6 ઠ્ઠી સદીમાં મૂકેલાં હોઈ એને ગુપ્તકાલીન કહ્યાં છે, જેને અનુગુપ્તકાલીન કહેવાં યોગ્ય ગણાશે. 9. પ્રમોદકુમાર ત્રિવેદી કલ્યાણપુરસે પ્રાણ પ્રતિમાએ(હિન્દી), પ્રાગ્યપ્રતિભા, વોલ્યુ. 81-82, ભોપાલ, પૃ. 165-170) 10. રવિ હજરનીસ, વડનગરના કેટલાંક શિલ્પો, જેસીસ, સ્મરણિકા-૧૯૮૩, 5.3, ચિત્ર-૧