SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પ્રાચીના જે પ્રકૃતિ નિયમ મુજબનું જ હતું. અતીતમાં કંઈ કેટલીય સંસ્કૃતિઓ શૂન્યમાંથી સર્જન, વિકાસ, વિસ્તરણ અને લય પામી અન્ને શૂન્યમાં જ સમાઈ ગઈ છે. અને જ્યાં સુધી હડપ્પા સંસ્કૃતિનો પ્રશ્ન છે. તો અદ્યાપિ આપણે સર્વમાન્ય રીતે કે સંતોષકારકપણે સિંધુલિપિને જ ઉકેલી શક્યાં નથી. તો પછી હડપ્પા સંસ્કૃતિના અંત કે નાશ માટે ક્યા આર્થિક, સામાજિક, રાજકીય કે કુદરતી પરિબળોએ ભાગ ભજવ્યો એ ચોક્કસપણે કેમ કહી શકાય છતાં આગળ(ક)માં પ્રસ્તુત વિવિધ તબક્કાઓ એની સાંસ્કૃતિક ગાથા તો કહી જ જાય છે. (ઇ) માર્શલ અને ડીલરે અગાઉ સિંધુ સભ્યતા ઇશાપૂર્વ 2350 થી ઇ.સ. પૂર્વ ૧૫૦૦નો ગાળો ગણ્યો હતો. તાજેતરના આધુનિક ઉત્પનનોમાંથી પ્રાપ્ત પુરાવશેષો અને કિરણોત્સર્ગી પદ્ધતિથી મેળવેલ સમયાંકન ઇ.સ. પૂર્વે 2000 થી 2500 અને ઇ.સ. પૂર્વ 1900 થી 1800 સભ્યતાના અંતિમ ચરણ તરીકે આજે સ્વીકાર્ય ગણાય છે. (ઉ) સિંધુ સભ્યતા સર્જકો સામૂહિક હિજરત કરી ગયા. સ્થળાંતર કરી ગયા અને એ રીતે કચ્છ-સૌરાષ્ટ્રમાં એમનું આગમન થયું. આ વાત હવે સત્ય તરીકે ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. કારણ ઇસ્વીસન 2500 આસપાસ તો માત્ર કચ્છપ્રદેશે જ સાઈઠથી વધુ સિંધુ સંસ્કૃતિના વસાહતી સ્થળો સાંપડ્યા છે. આ પૈકી ચાલીસ જેટલી વસાહતો તો શરૂઆતથી ઉત્તરકાલીન તબક્કાની ગણાય છે અને નવીન શોધાયેલા કેન્દ્રો ઉત્તરકાલીન સંસ્કૃતિ સમયનાં છે. ઉક્ત વિવેચનાથી એ તો સ્પષ્ટ છે કે સિંધુ સંસ્કૃતિના નિવાસીઓ એકત્ર કે એકસાથે કચ્છસૌરાષ્ટ્રમાં આગમન થયાનો તર્ક વજુદ વગરનો છે. ખરેખર તો હડપ્પનો સંજોગો પ્રમાણે ક્રમે ક્રમે કચ્છ સૌરાષ્ટ્રમાં આવ્યા હોય અને પછીથી અનુકૂળતા મુજબ અંદર તરફ આગળ વધ્યા હોય. સાંકળિયાના મત અનુસાર તો સિંધુ સંસ્કૃતિ બાદના સમયે છેક-૧૯૪૭ સુધી પાકિસ્તાનના સિંધ-પંજાબથી લોકોનો કચ્છ-સૌરાષ્ટ્રમાં આવવાનો સિલસિલો ચાલુ હતો. આજે પણ પાકિસ્તાનથી હિન્દુ-શિખ અલ્પ પ્રમાણમાં હિજરત કરી ભારત આવે છે. હડપ્પનોના આગમનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં અનેક નાની વસાહતો ઊભી થયાની માન્યતા બાબતે જોઈએ. આ સંસ્કૃતિની કચ્છ-સૌરાષ્ટ્રની લોથલ,નાગેશ્વર, ધોળાવીરા, શિકારપુર અને ગોલાઢોળા જેવી વસાહતો તો મોહેંજોડો અને હડપ્પાની સમકાલીન ગણાય છે. આ તમામ સ્થળોએ હડપ્પનો ક્રમે ક્રમે કચ્છ-સૌરાષ્ટ્રમાં અને સંજોગો પ્રમાણે અંદર વધવામાં શક્યતઃ વસ્તી વધારો પણ કારણભૂત હોઈ શકે અને આ વિસ્તરણ છેક દક્ષિણે ભાગાતળાવ સુધી થયું. જે દક્ષિણની સરહદ કે હડપ્પન છાવણી ગણાય છે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે હડપ્પનો લાગીને આવેલાં ગંગા-યમુનાના મેદાન જેવા વિસ્તારો
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy