________________ 1. શિકારી રંગોત્સવ શૈલચિત્રોના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત રાજય સંગીત નાટક એકેડમી, ગાંધીનગર અને થિયેટર એન્ડ મિડીયા સેન્ટર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરી, 2011 દરમ્યાન ધોળાવીરાના પ્રાચીન રંગભૂમિના અવશેષો વિષયે એક સેમિનાર સંપન્ન થઈ ગયો. આ લેખકે સમાપન દિને શિકારી રંગોત્સવ-શૈલચિત્રોના પરિપ્રેક્ષ્યમાં વિષયે દશ્યશ્રાવ્ય વ્યાખ્યાન આપેલું હતું.' પુરાવસ્તુ સંશોધન આધારે સેમિનાર પ્રારંભે કે તપૂર્વ રંગભૂમિના પ્રમાણો, પાંચ હજાર વર્ષો પર્વતના આપી શકાયાં હતાં. આ પ્રમાણે એટલે તામ્રાશ્મકાલીન સિંધુસભ્યતાના એક પ્રમુખનગર ધોળાવીરાના ઉખનનથી પ્રાપ્ત પ્રદર્શનભૂમિના અવશેષો આ શહેરી વસાહતમાંથી ૨૮૩મી x ૪૫૪૭મી.નો ભૂખંડ અને સાથેનો બીજો નાનો ભૂમિખંડ જેનો એક ઉપયોગ રંગભૂમિ કે થિયેટર તરીકે થતો હોવાનું પુરવાર થયું છે.” પોતાના વ્યાખ્યાન અંતર્ગત ઉક્ત સમયકાલથી આગળ જઈ લેખકે પ્રથમ વખત રંગભૂમિના તાણાંવાણાં પ્રાગૈતિહાસિકયુગ સાથે જોડી આપ્યા છે. અને નૃત્ય, નાટ્ય, સંગીત સંભવતઃ મંત્રોના આરોહ-અવરોહ, નગ્ન નર-નારી દેહચિત્રણ અને મોહરા સાથેનો સૂત્રધાર-ભૂવો કે જાદુગર વગેરે તમામ પાત્રો તત્કાલની રંગભૂમિને ઉજાગર કરતાં હતાં. આથી તમામ ચિત્રીત પ્રાકૃતિક ગુહસ્થળોની પારંપારિક શિકારી સભ્યતાની રંગભૂમિના મૂળસ્ત્રોત તરીકે શોધ અને ખોજનો સમય હવે થઈ ચુક્યો છે. આ એ કાલની વાત છે, જ્યારે માનવ પ્રારંભકાલમાં હતો. લખવા-વાંચવાની કલાથી અનભિજ્ઞ એવો એ નિરક્ષરતાલ હતો. જનમાનવો ટૂકડીઓમાં અત્રતત્ર સર્વત્ર ફરી રહ્યાં હતાં. અરણ્યવાસી અસ્થાયી શિકારી ટોળકીઓ કંદમૂળ અને પ્રાણીજન્ય ખોરાક અર્થે વિચરતી રહેતી ત્યારે પ્રાણીઓ એનાં જીવનમાં કેન્દ્રસ્થાને હતાં. (જુઓ ચિત્ર-૧) ત્યારે રંગભૂમિ પ્રથમ ગ્રીસ કે ભારતમાં ? એવાં કોઈ વિતંડાવાદ ન હોતાં. ધર્મનું કોઈ ચોક્કસ સ્વરૂપ અદ્યાપિ અંકીત થયેલું નહોતું. વસુધૈવ કુટુંમ્ | વિશ્વ એ જ એનું ઘર હતું. અનેકાનેક સંઘર્ષ, રઝળપાટ અને પ્રતિકુળ વિટંબણાઓ વચ્ચે પણ માનવે માત્ર પોતાનું અસ્તિત્વ ન ટકાવી રાખ્યું, પણ ક્રમે ક્રમે એ પ્રગતિ સાધતો ઉક્રાન્તિની સીમાઓ સુધી પહોંચી ગયો."એ દરમ્યાન એ કલા સાથે સુસંગત રહી પોતાની જીવનીના એંધાણ મૂકતો રહ્યો. આજે તો અશ્મઓજારો