SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 98 પ્રાચીન વિશ્વકર્મા અને પ્રજાપતિ સંબોધે છે. ઉપનિષદમાં એમને મહાન જ્ઞાની, તત્ત્વજ્ઞ, વેદ અને પ્રજાપતિ મનાયા છે. વૈદિક પ્રજાપતિ અને પૌરાણિક બ્રહ્માની સામ્યતા કે પછી એક જ દેવરૂપ હોવાની અટકળ થાય છે. ટૂંકમાં વેદ, બ્રાહ્મણ અને પુરાણો એમની અનુશ્રુતીત વિગતો આપે છે. પરબ્રહ્મ-બ્રહ્મારૂપ અંગેના બી.એલ.માંકડના વિચારો મનનિય છે. જે એમના જ શબ્દોમાં રજુ કરવાનું ઉચિત માનીએ છીએ. “વૈદિક ઋચાઓમાં બ્રહ્માનો ઉલ્લેખ ઈન્દ્ર, વરુણ, મિત્ર કે અન્ય દેવતાઓ જેવો નથી. પણ એ યજ્ઞયાગાદિ બ્રાહ્મણ બૃહસ્પતિ સંબંધે છે. બૃહસ્પતિની કલ્પના અંતે બ્રહ્મબ્રહ્મારૂપે આમૂર્તિ થઈ અને આજ કલ્પના તર્ક પછીથી ઉપનિષદમાં નવીન બ્રાહ્મણ-આત્મની ઓળખ પામી હોય.”૭ વધુમાં માંકડ જણાવે છે, કે ધાર્મિક અને સામાજીકક્ષેત્રે મહત્ત્વનું સ્થાન ધરાવનાર બ્રાહ્મણ જાતિના બ્રહ્માદેવતા હોવા છતાં એ વિષ્ણુ કે શિવજી જેવું મહત્ત્વ ધરાવતાં નથી. જેનું કારણ બ્રહ્માના સ્વતંત્રપંથનો અભાવ હોઈ શકે. કદાચ આ કારણે જ શરૂઆતના જૈન અને બૌદ્ધધર્મે એમનો સ્વીકાર તો કર્યો પણ એમને માત્ર ક્ષત્રિયજ્ઞાતિના ઇન્દ્રદેવની બાજુનું જ સ્થાન અપાયું. એથી વિશેષ નહીં. સમય જતાં તો બૌદ્ધોના મહાયાન સંપ્રદાયના તાંત્રીક દેવતાઓના પગ નીચે કચડતાં બ્રહ્માની આકૃતિવાળા શિલ્પો રજુ થવા લાગ્યાં.૧૦ કદાચ બૌદ્ધોએ સ્વધર્મ સર્વોચ્ચતા બતાવવામાં આમ કર્યું હોય ! કે પછી કોઈ સ્થાનિક બ્રહ્મપંથવાળા બ્રાહ્મણો કે બ્રાહ્મણોત્તર જાતજુથ તત્કાલીન કાલે મહાયાન તાંત્રીક બૌદ્ધોને પડકારરૂપ લાગ્યું હોય. બ્રહ્મપંથજુથની કોઈ માહિતિ ના હોય તો પણ તાર્કિક રીતે કોઈ નાનુજુથ હોવાનો સંભવ કાઢી નાખવા જેવો નથી. પૌરાણિકકાલમાં આવીએ તો મહર્ષિ અત્રિ અને અનુસુયાના પુત્ર દત્તાત્રય બ્રહ્મરૂપ છે. યુગાનુસાર બ્રહ્માજીના રૂપોકઘેલાં છે. જે એમનાં ચતુર્ણસ્તોમાં ધારણ કરેલાં ઉપકરણોના ક્રમ પ્રમાણેનાં છે. જેમકે દ્વાપરયુગે વિશ્વકર્મારૂપ છે. જેમના ચારે બાહુમાં માળા, પુસ્તક, કમડલું અને સુવની કલ્પના છે. ત્રેતાયુગે પિતામહ ગણાતા હોઈ, એમના ચાર કરમાં માળા, ગ્રંથ, સુવ અને કમંડળ ધારણ કરેલાં હોય છે. તો સતયુગે બ્રહ્મારૂપે એમના ચતુર્ભુજાઓમાં પુસ્તક, માળા, સુવ અને કમંડળ શોભે છે અને કલિયુગે એમના કમલાસન સ્વરૂપમાં એમના ચાર હસ્તમાં માળા, સુવ, પુસ્તક અને કમંડળ ગ્રહેલાં છે. 11 આગળ જોઈ ગયા તદ્અનુસાર બ્રહ્મપંથ કે એમના સ્વતંત્ર સંપ્રદાયની વિગતો જ્ઞાત નથી. છતાં કર્મકાંડમાં બ્રહ્મપૂજાનો સ્પષ્ટ આદેશ છે. કે. ડી. બાજપાયી ઇસ્વીસનની શરૂઆતના સમયકાલથી બ્રહ્મ ઉપાસના શરૂ થયાનું માને છે. 12 આ માટે સાંપ્રત લેખક મથુરા મ્યુઝિયમમાં સુરક્ષિત બે કુષાણકાલીન બ્રહ્માપ્રતિમાઓનો આધાર લે છે. તો વળી છઠ્ઠી, સાતમા અને આઠમા શતકની પ્રાપ્ત બ્રહ્માની મૂર્તિઓ આ સમય સુધી બ્રહ્મઉપાસના દોર ચાલ્યો હોવાનું સાબીત કરે છે. એ સંભવતઃ બ્રહ્મપૂજન પંચમહાભૂત સ્વરૂપે કે યજ્ઞયાગાદિ પ્રકારે શરૂઆતથી ચોથી શતાબ્દી પર્યત ચાલ્યું હોય અને આઠમી સદી પર્વત અસ્તિત્વ ધરાવતું હોય પણ મધ્યકાલે શિવ, શક્તિ અને વિષ્ણુના બહોળા પ્રચાર અને પ્રસાર સામે
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy