________________ 80 રામાયણ વિશ્વકર્માએ બનાવેલી છે. ખાસ તો, વિખ્ય પર્વતની તળેટીથી અથવા મહેન્દ્ર પર્વતથી, આ ઉપખંડ સો માઈલ દૂર છે. સિલોનને ઘણું જ ઓછું લાગુ પડે છે. જો આ ટાપુ જ નગર હોત તો, વાસ્તવિક સીલોનની અસ્પષ્ટ દંતકથા વાલ્મીકિને કાને જરૂર પહોંચી હોત. કારણ કે, પ્રાચીન રામાયણને લંકા એક ટાપુ છે એવો નિર્દેશ અજાણ્યો છે. તે ફક્ત 6-8--20 (=બી 58, 2 જ)માં આવેલ છે. અને એ ઉપરાંત ૪-૧૧૧-૫૪માં આવે છે. જે બીમાં નથી. અહીં દ્વીપ એ જંબુદ્વીપની જેમ એક ખંડ તરીકે કલ્પવો જોઈએ. ચાર દિશાઓના વર્ણનનો આપણે ઉપર પછીના ઉમેરણ તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યાં રાવણની ભૂમિ પણ એક ટાપુ જણાય છે. આના માટે આપણે ટીકાની તુલના કરી શકીએ. છેવટે પછીથી ઉમેરાએલા ૭મા કાંડમાં પણ આનો પૂરાવો છે. વાલ્મીકિ માટે દેખીતું છે કે, લંકા એક કાલ્પનિક ભૂમિ હતી, જેના વિશે તેમને પણ ચોક્કસ માહિતી ન હતી. તેમના મતને ભારતીય બ્રાહ્મણો પણ અનુમોદન આપે છે. ખગોળશાસ્ત્રીઓ લંકાને વિષુવવૃત્તની રેખા પર મુકે છે. જેને પહેલી ઊંચામાં ઊંચી રેખા, જે ઉજ્જયિની પર કાપે છે. સીલોનના કોઈ પણ ખગોળશાસ્ત્રીએ પોતાના વતનને લંકા સાથે એકરૂપ માન્યું નથી. તેના નિરીક્ષણે એ દર્શાવ્યું હશે કે વિષુવવૃત્તને ઘણા અંશે ઉત્તરે અને લંકાની ઉચ્ચતમ રેખાની પૂર્વે આવેલું છે. હકીકતમાં તો પ્રશિષ્ટ સાહિત્યના યુગમાં પણ લંકા સિંહલદ્વીપથી જુદી હતી. દક્ષિણનાં સ્થળો ગણાવતી વખતે વરાહમિહિર ૧૧મા શ્લોકમાં લંકાનો અને ૧૫મા માં તદન જુદો એવો સિંહલદ્વીપનો ઉલ્લેખ કરે છે. ભવભૂતિના મહાવીરચરિતના ૭ના અંકના 13/14 પ્રમાણે, પુષ્પક વિમાનમાં અયોધ્યા પાછા વળતી વખતે સૌ પ્રથમ તો, રામચન્દ્ર સીલોન પરના રોહણ પર્વત પરના અગસ્તના આશ્રમની મુલાકાત લે છે. સમુદ્ર તો પાછળ છોડી દીધો છે. તે જ રીતે મુરારિ પણ અનર્ધરાઘવના ૭મા અંકના ૭૮મા શ્લોકમાં, સ્પષ્ટપણે સિંહલદ્વીપનો ઉલ્લેખ કરે છે. તે જ રીતે બાલ-રામાયણના ૧૦માં અંકના પપમા શ્લોકમાં પણ, જો કે સિંહલદ્વીપનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એ જ બાલરામાયણ નાટકમાં સેતુ બાંધવા માટે વાનરો પર્વતોનાં શિખરો લઈ આવે છે જેમાં રોહણાચલ પણ છે, જે અસંગત ગણાત જો, રાજશેખરે લંકા અને સલોનને એક ગયું હોત તો. 25 સીલોનનું પ્રાચીનતમ અભિધાન આ બ્રાહ્મણ ઉપયોગ સાથે સુસંગત છે. એનો અર્થ એ છે કે સીલોન એ લંકા નથી પણ તામ્રપર્ણી છે. અલેક્ઝાન્ડરના સમકાલીનોને આ ટાપુ પરિચિત છે. અશોક તામ્રપર્ણી" તરીકે ઓળખાવે છે. મૂળમાં આ નામ કોઈક દરિયાઈ બંદરનગરનું હતું જે પછીથી સમસ્ત, દ્વીપ માટે વપરાતું થયું. પછીના ટોલેમન્સના સમયમાં સિંહલ અથવા સીહલ પ્રચલિત થયું.