SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હર્મન યાકોબી પ્રયોજન નથી. પહેલા પરિવર્તને બીજાને આવશ્યક બનાવ્યું. આ દ્વારા કથાકારે દેખીતી રીતે બધું શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ભરતના જન્મ પછી સાત આઠ વર્ષ મોટા ભાંડુઓ વનમાં જાય છે. જો કે જ્યોતિષીઓએ બાર વર્ષને અંતે દશરથનું મૃત્યુ ભાખ્યું છે, પણ દશરથ નવ વર્ષ પછી મરણ પામે છે. (અધિકૃત વાર્તાઓ અને કથાઓમાં ભવિષ્યવેત્તાઓ કદી ભૂલ કરતા હોતા નથી) આ રીતે ભરત 16 કે 17 વર્ષની ઊંમરનો છે, જે શાસન કરવા માટેની યોગ્ય ઉંમર છે. પણ અહીં તારીખો વિશે વિધાન કરવાનો હેતુ સ્પષ્ટ છે. આ સર્વ અંગો એ દ્વિતીય કક્ષાની રચના હોવાની છાપ ઊભી કરે છે. રામકથાના પ્રથમ ભાગ પૂરતી જાતક મર્યાદિત રહી હોવાથી, તેને પ્રાચીન માનવી કે કેમ તેના વિશે શંકા થઈ શકે, પણ સંભવતઃ એનું કારણ એ છે કે રામકથા મૂળમાં એક અખંડ હોવાને બદલે, બે મૂળ ભાગોને એકત્ર કરી બનાવી છે. પહેલો ભાગ દશરથના મુખ્ય પાત્ર સાથે અયોધ્યાના બનાવોવાળો છે. અને બીજો ભાગે રામના દિંડકારણ્યમાં પરાક્રમો તેમજ રાવણ પરનો વિજય છે. પહેલા ભાગનો આધાર ઇક્વાકુ રાજકુમારની કૌતુકભરી ઘટનાઓ છે. અને બીજો ભાગ પુરાકથાઓનું વર્ણન કરે છે. જેનું આપણે આગળ નિરૂપણ કરીશું. વેબરનો એવો મત છે કે, જયારે દશરથ જાતકનો ઉદ્દગમ થયો ત્યારે બીજો ભાગ હયાતીમાં ન હતો. પણ એથી ઉલટું મને એવી પ્રતીતિ છે કે જાતકના કથકે બીજા ભાગની એટલા માટે, નોંધ ન લીધી કે તેનો હેતુ રામને એક પવિત્ર બૌદ્ધ સાધુ રૂપેર ચીતરવાનો હતો અને આ હેતુને રામકથાનો યુદ્ધો અને લોહિયાળ દશ્યો પ્રચુર માત્રામાં ધરાવતો બીજો ભાગ જરા પણ અનુકુળ ન હતો. પણ જાતકમાં એ હકીકતનો સ્પષ્ટ નિર્દેશ છે કે, જાતકના કથક બીજા ભાગથી સુપરિચિત હતા. જાતકમાં, એનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. વાલ્મીકિને રામાયણ રામના સીતા સાથેના મિલનથી અંત પામે છે. પણ કથાની આવશ્યકતા અનુસાર, આને બદલે, જાતકમાં આ બન્નેનું લગ્ન થાય છે. આરંભમાં જાતક સીતાને રામની પત્ની બનતાં અટકાવે છે. પણ તેનું સીતાદેવી નામ સૂચવે છે કે તે રાણી-રામની પત્ની ક્યારની છે. જાતક વનવાસ દરમ્યાનથી જે ભૂમિકા ભજવી તે જ ભેજવવા માટેની તક પૂરી પાડે છે. પણ બૌદ્ધ રચનાકારે તેને રામની ભગિની તરીકે પ્રસ્તુત કરી. પણ આચારના સામાન્ય નિયમ અનુસાર ભાઈ સાથે બહેનનું લગ્ન થઈ શકે નહીં. પણ બૌદ્ધો આની છૂટ આપે છે. શાક્ય અને કોલિય પરિવારોના ઉદ્ગમની દંતકથાઓએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ દંતકથામાં ભાઈઓ અને બહેનોનાં લગ્ન પરિવારોના ભયજનક અવપતનને ટાળવા માટે દાખલ કરવામાં આવ્યાં છે. પણ જાતકકથા રામ-પંડિત અને તેની બહેન સીતાદેવી સાથેના લગ્ન માટેનું એક નાનું સરખું પણ કારણ આપતી નથી પણ દેખીતી રીતે જાતકના આરંભથી બન્ને પતિ-પત્ની તરીકે જ દેખાય છે, પણ કથાકારે તેમને ભાઈ-બહેન તરીકે પ્રસ્તુત કર્યા છે.
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy