________________ રામાયણ સહાયે આવે છે. વધુ વિશેષ રીતે ૭-૪૫માં તમસાની પાસે, ગંગાના દક્ષિણ તરફના કિનારે વાલ્મીકિનો આશ્રમ હતો એમ રામ જણાવે છે. આની સાથે, ૧-૨-૩નું કથન અને ૭-૪૮ની કથા સંમત થાય છે. ૭-૬૬માં શત્રુઘ્ન વાલ્મીકિના આશ્રમમાંથી પશ્ચિમના કિનારેથી યમુના નદી તરફ પ્રવાસમાં આવી ચઢે છે. રામવર્મનના પુરાવા પ્રમાણે કતક ૬૬-૧પમાં યમુનાતરમ્ ને બદલે માતરમ્ વાંચે છે. જો કતકનો પાઠ સાચો હોય (મહેશ્વરતીર્થ પ્રમાણે વિનો અર્થ એ થાય) તો, આપણી પાસે એક જુદી જ પરંપરા આવે છે જે પ્રમાણે વાલ્મીકિનો આશ્રમ ગંગાના ઉત્તર કિનારા પર છે. હવે, અલાહાબાદની ગંગાને મળતી યમુનાના કિનારે બાન્દા જીલ્લામાં બુદ્ધેલ ખંડમાં ટેકરી એ આશ્રમ સ્થળ દર્શાવાયું છે. હજુ પણ આપણને રામાયણમાંથી મળતી રસપ્રદ વાત એ નોંધવાની છે કે તે (વાલ્મીકિ) અયોધ્યાના રાજકુટુંબ સાથે નિકટના સંપર્કમાં હતા. તેમના આશ્રમમાં નિર્વાસિત સીતાને આશ્રય મળે છે. અને ત્યાં તે કુશ અને લવ એ જોડિયાં બાળકોને જન્મ આપે છે. આ કુશ અને લવ, પછીથી વાલ્મીકિ પાસેથી કાવ્ય શીખે છે. ૧-૫માં ગાયકને જે રીતે રજૂ કરવામાં આવે છે તે જુઓ. ત્યાં કહેવામાં આવ્યું છે. इक्ष्वाकूणामिदं तेषां वंशे राज्ञां महात्मनाम् / महदुत्पन्नमाख्यानं रामायणमिति श्रुतम् // આ કથન પ્રમાણે, રામાયણનો ઉદ્દભવ ઇક્વાકુવંશમાં થયો, અને, કોઈ અંતર રાખ્યા સિવાય કાવ્યના કર્તા તરીકે વાલ્મીકિને ગણાવે છે. ઇશ્વાકુવંશના રામની કથા કે દંતકથા સૂતોના ઘણા કાવ્યોનો વિષય બન્યો, અને તેઓ ઇશ્વાકુવંશના રાજકુમારોની સભામાં ગાતા. એક પ્રમુખ કવિ બ્રાહ્મણ વાલ્મીકિએ આ વિષય વસ્તુ ગ્રહણ કર્યું અને ભિન્ન ભિન્ન ગીતોમાં વિખરાયેલાં જુદાં જુદાં અંગોને સાંકળ્યાં અને એકસૂત્ર કાવ્ય રચ્યું. આ પ્રકારનું કંઈ પહેલી વારનું ન હતું. પણ શાશ્વત મૂલ્યનું પહેલીવારનું હતું, જેને સમુચિત રીતે કવિવ્યમ્ તરીકે ઓળખી શકાય. જે પહેલું કૃત્રિમ કાવ્ય હતું. સર્વ સ્થળે, આપણે ઉચિત મહાકાવ્યની પૂર્વભૂમિકા રૂપે મહાકાવ્યના ગીતોની ધારણા રાખવી જ પડે. ભારતમાં પણ રામાયણ વિશે આ પ્રમાણે બન્યું. વાલ્મીકિ રચિત મહાકાવ્ય (વાલ્મીકિના કાવ્યના કર્તૃત્વ વિશે શંકા કરવાનું કોઈ કારણ નથી) પછી વ્યવસાયિક કથાકારો કુશીલવો દ્વારા કંઠસ્થ કરવામાં આવ્યું અને તેનો પ્રચાર કરવામાં આવ્યો. આ કુશીલવોને આપણે રાજસભાના સૂતોથી ભિન્ન તારવવા પડે." આ પૂર્વેની ચર્ચા પરથી આપણે એવું ધારી શકીએ કે રામાયણનો ઉદ્ગમ કોસલની ભૂમિમાં થયો હશે, જેના પર ઈક્વાકુ વંશના રાજાઓ શાસન કરતા હતા. સંભવતઃ એના