________________ 6 રામાયણ. આ સ્વીકારવું પડે છે. આ મત બહુ સુચારુ રીતે રજૂ થયો છે પણ વધુ પરીક્ષણ કરતાં તેમાં તથ્ય જણાતું નથી. આ પ્રકારની ધૂન અને તરંગની ધારણા સરેરાશ કદની કવિતામાં રજૂ થયેલાં પરિવર્તનોની સમજૂતી આપે છે. પણ રામાયણ જેવા મોટા કદના મહાકાવ્યની નહિ. આપણે એ ધારવું ન્યાય ગણાશે કે આ પરિવર્તનો માટેના અન્ય આયોજિત પ્રયત્નનો તરત જ અંત આવવો જોઈતો હતો અને આરંભમાં મૂળ પાઠથી ભેદ મોટો હતો પણ મધ્યમાં અને કૃતિને અંતે તે ક્રમશઃ ઓછો થવો જોઈતો હતો. પણ તેને બદલે, આરંભમાં, મધ્યમાં અને, અંતે આપણને વધુ મહત્ત્વનાં અને ઓછાં મહત્ત્વનાં પરિવર્તનો મળે છે. તે જ પ્રમાણે ઉમેરણો અને હાસ પણ ઓછાવત્તા મહત્ત્વનાં મળે છે. આ એવી હકીકતો છે કે જે પુનર્રચના કરનારની ધૂન પ્રમાણેની પ્રવૃત્તિની ધારણા સાથે બંધ બેસતી નથી. આવા કિસ્સાઓ ફક્ત એક જ પુનર્રચના કરનારની ધારણા નહિ પણ ઓછામાં ઓછા બેની એક બી માટે અને બીજી એ માટે ધારણા કરવી પડે. પણ આ સર્વે મુશ્કેલીઓ તરત જ અદશ્ય થઈ જાય જો આપણે એવી અવધારણા બાંધવા તૈયાર હોઈએ કે જેમાં વાચનાઓ નિશ્ચિત થવાના સમયે અસ્તિત્વ ધરાવતા રામાયણનો પાઠ કરનારા વ્યવસાયી સૂતચારણોની સંસ્થા હયાતીમાં હતી અને તેથી તે એવી ફૂલી-ફાલેલી હાલતમાં હતી કે મૌખિક રીતે જળવાયેલા પાઠની પણ હયાતી ધરાવતી હસ્તપ્રતો કે લોકો પાસે રહેલી અંગત નકલો જેટલી જ અધિકૃત હતી. આપણને અંદાજથી પણ જાણ નથી કે કૃતિનું સૌ પ્રથમ ક્યારે સંપાદન કરવામાં આવ્યું પણ આપણે કંઈક નિશ્ચિતતા સાથે, એવી ધારણા બાંધી શકીએ કે આ સંપાદન ત્યારે કરવામાં આવ્યું જ્યારે લેખનનું પ્રચલન સાર્વત્રિક થયું. એ વિચિત્ર જ જણાય કે લેખનની રીતિ મહાકાવ્યને પણ લાગુ પાડવામાં ન આવે. પણ એથી કરીને સૂતચારણો રામાયણના ખરા પારંપરિક જાળવણી કરનારા અને ઉભાવક છે એમ માનતાં આ વિગત અટકાવી શકશે નહીં. આવી ધારણાથી માનેલી ઘટનાના વિકાસ માટે આવશ્યક એવી ઉપર કહેલ હકીકતો સમજવામાં સરળ બને છે. એ અત્યંત સ્વાભાવિક છે કે કંઠસ્થ કરેલાં પદ્યોના ક્રમમાં સ્મૃતિમાં ગૂંચવાડો પેદા થતો જ હોય છે, ખાસ કરીને હજારો પઘોનો એક સાથે પાઠમાં પણ ગણનાપાત્ર પરિવર્તન આવ્યું હોય, કારણ કે સૂતચારણને જો કોઈ શ્લોક યાદ ન આવે તો તે અવકાશ પોતે (નવી રચના કરીને) ભરી દેવા સમર્થ હતો. આપણે એ વિગત પણ લક્ષમાં લેવી જોઈએ કે, સૂત-ચારણો પોતાના સમયના પ્રશિષ્ટ સાહિત્યમાં સુશિક્ષિત હતા. ગૌડી અને વૈદર્ભ શૈલી પૂર્વ અને પશ્ચિમના પ્રદેશમાં ઉદ્દભવી હતી અને આ પ્રદેશો પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં કેન્દ્રો હતાં. એટલે મહાકાવ્યની ભાષાની