________________ હર્મન યાકોબી 109 વરસાદ પૂરતા પ્રમાણમાં યોગ્યસમયે આવે છે કે નહીં તેના પર છે. જો હનુમતુ વર્ષાનું પ્રતિનિધિત્વ કરતા હોય તો તેમને પવન સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. આ પવન વાર્ષિક વરસાદ લાવે છે. અને વાદળો પણ લાવે છે કે, વર્ષા વર્ષાવે છે. રામાયણના હનુમાનના પાત્રમાં આ લક્ષણો આપણને જણાય છે. તે પવનદેવનો પુત્ર છે. એટલે, તેનું વિશેષણ મરુતાત્મજ અને મારુતિ છે. અન્ય સર્વ વાનરોની જેમ તે કોઈ પણ મજાનું સ્વરૂપ ધારણ કરી શકે છે, તે વાદળોની જેમ મરૂfપનું છે. વાદળની જેમ તે સીતાને શોધવા માટે સેંકડો માઈલ સમુદ્ર ઉપર અંતરિક્ષમાં ઊડે છે. સીતા પણ ખેતીનું પ્રતિનિધિત્વ કરે છે અને છેવટે તેને શોધી કાઢે છે. તેને દૂરના દક્ષિણમાંથી લાવવામાં આવી છે જ્યાંથી વર્ષા આવે છે. રામ પોતાના કાર્યમાં વાનરો એટલે કે વાદળોની સહાયથી સફળ થાય છે. આ વાદળો વર્ષે છે. આમ હનુમન્ કૃષિના દેવ હોવાથી આપણે તેને મૂળ રહેવાસી, આદિવાસીઓના પણ દેવ ગણી શકીએ. પણ સંસ્કૃત નામ હનુમન્ત તેની વિરુદ્ધનું છે જેનો અર્થ થાય છે જેને હનુ છે. આ અર્થ પ્રમાણે ઈન્દ્રનું-શિપ્રિન્, શિખવતુ આ વિશેષણ છે. નિરુકત 617 સમજાવે છે તે શિવે હનૂ નામ વા. અલબત્ત આપણે એ જાણતા નથી કે આ હનુનું પૌરાણિક મહત્ત્વ શું છે પણ ઈન્દ્રને લાગુ પાડવામાં આવે છે. ઈન્દ્ર વર્ષા સાથે સંબંધિત છે. એટલે સંભવ છે કે, હનુમાનની પણ એ જ વિશેષતા હોવાથી, તે પણ વર્ષોના દેવ હોઈ શકે. અહીં આપણે હનુમાનના ઈન્દ્ર સાથે સંબંધ જોડતા પૌરાણિક સંદર્ભને ઉલ્લેખી શકીએ. હનુમાને સમુદ્ર પાર કર્યા પછી સીતાની શોધ ઋગ્વદમાં ૧૦-૧૦૮માં વર્ણવાયેલી સરમાની પ્રવૃત્તિનું સ્મરણ કરાવે છે. સરમા રસાનાં જળ પાર કરે છે. (તથા રસાયા અતરમ્ સિ) અને દૂર પણિથી રક્ષાએલો ખજાનો જુએ છે. (ટૂર ધ્વી નરિ: પર્વ:) જે એને ઈન્દ્ર માટે યુદ્ધની ભેટ રૂપે પાછો મેળવવો છે. હવે, સરમા અને હનુમત, રસા અને સમુદ્ર, પણિઓનો ખજાનો અને સીતા તેમજ પણિ અને રાક્ષસો એવી સમાનતા છે. એ દેખીતું છે કે આ બન્ને પુરાકથાઓનું એકસરખું તો નિરુપણ થઈ શકે નહીં : છતાં મારે ભારપૂર્વક કહેવું જોઈએ એક બીજામાંથી વિકસી છે. હું માનું છું કે બન્ને પુરાકથા મૂળભૂત વિચાર તરફ જાય છે અને ભિન્ન આકારો સાથે ઉત્ક્રાન્ત થઈ છે. રામાયણ પોતે પણ આવા સંબંધોના સંકેત જાળવી રાખે છે. 6-33-34 પર (અલબત્ત દ્વિતીય કક્ષાનું પ્રક્ષેપણ, પૃ.૫૪ પર જુઓ) સીતાને આશ્વાસન આપવા એક સરમા નામની રાક્ષસી આવે છે. રાવણના જાદુઈ પ્રપંચોને કારણે સીતાને એવી ખાતરી થઈ ગઈ છે કે, રામ અને તેમના અનુયાયીઓ સર્વ માર્યા ગયા છે. સરમા સીતાને રહસ્ય કહે છે કે રાવણે શું કરવાનો નિશ્ચય કર્યો છે, શું કરી નાખ્યું છે. અને વચન આપે છે કે તેની ભવિષ્યની