________________ હર્મન યાકોબી 95 રચના વિશે ચર્ચા કરતા હોવા છતાં મહાકાવ્યની ભાષાની અનિયમિતતાઓનો ઉલ્લેખ ક્યાંય કરતા નથી. એટલે, આપણે એવા તારણ પર આવવું જોઈએ કે મહાકાવ્યની ભાષાને પોતાની ચર્ચાની પરિધિમાં તેમણે સમાવ્યું નથી. સંભવતઃ મહાકાવ્ય-ગાયકોનો સામાજિક દરજ્જો પણ નિમ્ન કક્ષાનો હોવાથી, તેમની ભાષાને શુદ્ધ અને પ્રમાણભૂત માનવામાં આવી નહીં. પાણિનિના સૂત્ર 6-3-109 પર પતંજલિ પ્રમાણે આર્યવર્તમાં આદર્શ તરીકે શિષ્ટોની ભાષા જ માનવામાં આવતી. (ભાણ્ડારકરન અનુવાદમાં, વિલ્સન લેકચરશીપ આર્ટ, 16 પૃ. 91) “આર્યોના દેશમાં જે બ્રાહ્મણો ધનનો સંગ્રહ કરતા નથી, તે ફક્ત એક ઘડામાં રહે એટલું જ અનાજ રાખે છે, જે લોભી નથી, જે નિઃસ્વાર્થ ભલું કરે છે. અને જે કોઈ પણ, જાતના પ્રયત્ન વગર જ્ઞાનની કેટલીક શાખાઓથી પરિચિત છે, તે જ આદરણીય શિષ્યો છે.' ભાગ્ડારકર આગળ નિરીક્ષણ કરે છે. તો, અહીં આપણને એકદમ સ્પષ્ટ પ્રમાણ મળે છે, કે સંસ્કૃત આર્યાવર્ત અથવા ઉત્તર ભારતના આદરણીય બ્રાહ્મણો કે સંતોની પ્રાદેશિક ભાષા હતી જે વ્યાકરણના અભ્યાસ સિવાય પણ ભાષા શુદ્ધ બોલી શકતા.” પછી તે આગળ કહે છે. અને આ જ વાત તમે, આધુનિક પ્રાદેશિક ભાષાઓ વિશે પણ કહી શકો. કોણ છે જે શુદ્ધ કે સારી મરાઠી બોલે છે ચોક્કસ, સુસંસ્કૃત, બ્રાહ્મણો અન્ય વર્ગોની ભાષા શુદ્ધ મરાઠી નથી. શિષ્ટ શબ્દનો અનુવાદ આમ થઈ શકે, “સંસ્કાર કે કેળવણી પામેલો મનુષ્ય અને આ કેળવણી કે સંસ્કાર, પ્રાચીન કાળથી, બ્રાહ્મણો પૂરતો જ મર્યાદિત હતાં. ભાષાનું જે લક્ષણ પાણિનિએ બાંધ્યું છે તે આની સાથે મળતું આવે છે. બ્રુનો લાઈબીખી (પાણિનિ પૂ. 47) પ્રમાણે “પાણિનિ જે સંસ્કૃતનું નિરૂપણ કરે છે તે બ્રાહ્મણો અને સૂત્રોની ભાષા સાથે, અન્વયની દૃષ્ટિએ એકરૂપ છે, ઔપચારિક સંબંધમાં, તે પછીનાથી, જુદી પડે છે, કારણ કે તેનામાં, વૈદિક કહેવાય તેવાં આર્ષરૂપો નથી. વળી, ચુસ્તપણે વ્યાકરણીય શબ્દોની સાથે સાથે દરેક સાહિત્યમાં જે આવતાં હોય છે તે શિથિલ રૂપોનો પણ પરિહાર કરે છે.” પતંજલિનો અહેવાલ અને લાઈબીખના અન્વેષણનું પરિણામ પરસ્પર અનુમોદન આપે છે કારણ કે, પાણિનિએ નિરૂપેલી ભાષા જો શિષ્ટો બોલતા હોય, તો તેની બ્રાહ્મણો અને સૂત્રોની ભાષા સાથે સમાનતા મળવી જોઈએ. શિષ્ટો સાહિત્યના પારંપરિક પુરસ્કર્તાઓ હતા અને તેથી તેમની વાણીમાં ભાષાનાં ઉચ્ચતમ ધોરણો મળે. દેખીતી રીતે, સંસ્કૃતની ભિન્ન વિવિધતાઓ અને જૂજ પરિવર્તનો બન્ને પ્રાચીન સમયમાં વિકસ્યાં. આનો આધાર સમાજના અન્ય વર્તુળોના ભાષકના શિક્ષણ પર રહેતો. આ નીચલી કોટિના સંસ્કૃતનો પૂરાવો મહાકાવ્યની ભાષામાંથી પ્રાપ્ત થાય છે.પ૪