________________ પ્રકાશકીયમ પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીપમસુંદરગણિવિરચિત, પ્રાકૃતભાષાનિબદ્ધ આ જંબુ અજઝયણં તથા પંડિતમાનસિંઘવિરચિત સંસ્કૃતભાષાનિબદ્ધ જંબૂચરિત ગ્રંથ અનેક હસ્તપ્રતોના આધારે સંશોધિત થઈને પ્રકાશિત થઈ રહ્યો છે. જંબુસ્વામીની જીવનકથા જૈનસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. જંબૂસ્વામીના જીવન વિષે પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી આદિ અનેક ભાષાઓમાં અનેક મહાપુરુષોએ રચેલા ચરિત્રો પ્રકાશિત થયા છે. આ જંબૂચરિત્ર ગ્રંથ-પ્રાકૃત-સંસ્કૃતનું સંશોધન અને સમ્પાદન કાર્યપરમપૂજ્ય પરમશાસનપ્રભાવક પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન અનુસાર પ્રશાન્તમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સંશોધનાદિકાર્યમાં પ્રયત્નશીલ મુનિવરશ્રી ધર્મરત્નવિજયજીએ કરેલ છે. તથા અમારી સંસ્થાને અનેક પરિશિષ્ટોથી સમૃદ્ધ “જંબુચરિયું ગ્રંથ સૌ પ્રથમવાર પ્રકાશિત કરવાનો લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. આ ગ્રંથના સંશોધન કાર્યમાં કોબા-શ્રીકૈલાસસાગરસૂરિજ્ઞાનભંડાર, ડહેલાના ઉપાશ્રય-જ્ઞાનભંડાર તથા પુખરાજ રાયચંદ આરાધના ભવન જ્ઞાનભંડાર, અમદાવાદ તરફથી હસ્તપ્રતોની નકલ તથા સંશોધનોપયોગી અનેકવિધ માહીતિ સાહિત્ય પ્રાપ્ત થયેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. ગ્રંથ સંશોધન પ્રકાશન કાર્યમાં અમદાવાદ-નાસિક-પૂના-સંગમનેર-આકોલા વગેરે સ્થાનના અનેક શ્રુતપ્રેમી સાધકો સહાયક બન્યા છે તેની ભૂરિભૂરિઅનુમોદના. આ ગ્રંથનું છાપકામ ખંતપૂર્વક કરી આપવા બદલ ભરતભાઈ- અમદાવાદનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાલબ્રહ્મચારી, મુક્તિપદના ભોક્તા શ્રીજબૂસ્વામીના ચરિત્રનું સારી રીતે પરિશીલન કરી સૌ કોઈ ભવ્યત્માઓ સંવેગને પ્રાપ્ત કરી સર્વવિરતિધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરીને અષ્ટકર્મનો ક્ષય કરીને મુક્તિસુખને પ્રાપ્ત કરે એ જ શુભભાવના!!! માનવ કલ્યાણ સંસ્થાન અમદાવાદ.