________________ 84 ભારતીય દર્શનોમાં પરિણામવાદ પ્રાપ્ત કરેલા અનુભવથી જ તેના વિચારો આકારિત થાય છે. જગતનો અનુભવ બાહ્ય નિરીક્ષણ અને આંતર નિરીક્ષણ એમ બે રીતે તે કરે છે. બાહ્ય નિરીક્ષણ દ્વારા તેને ભૌતિક જગત વિષેના સાદા-સરળ વિચારો મળે છે અને આંતર નિરીક્ષણ વડે તે (સુખદુઃખ વગેરે) માનસિક જગતના વિચારો મેળવે છે. સાદા વિચારો બે પ્રકારના છે. (1) પ્રાથમિક-એટલે કે સંવેદન દ્વારા પ્રાપ્ત થતા પદાર્થના ખરેખર ગુણો જેમકે પદાર્થના વજન, કદ, ગતિ, સ્થિતિ અને આકાર-આ ગુણો સહુ કોઈ દષ્ટા માટે સરખા જ હોય છે. જોનાર ગમે તે હોય તો પણ વજન વગેરેમાં ફેર પડતો નથી. (2) ગૌણ (secondary)-ગુણો જેમકે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ ગુણ ખરેખર પદાર્થના નથી, પણ પ્રાથમિક ગુણોના પ્રભાવથી તે પ્રતીત થાય છે અને પ્રત્યેક દૃષ્ટાને તે ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. તેમાં તેના ગમા-અણગમા પણ ભળેલાં હોય છે. દા.ત.કોઈ ફૂલનો રાતો રંગ એક જોનારને અમુક લાગે છે તો બીજાને બીજો-વળી કોઈકને તે રંગ મનપસંદ લાગે છે તો બીજાને તેનો પ્રત્યે અણગમો પણ હોઈ શકે. વળી ગુણો, પ્રત્યો અને સંબંધોની દષ્ટિએ આ ગુણો જટીલ (complex) થતાં જાય છે. સાદા વિચારમાં તો કોઈ સફરજનના-માત્ર રૂપ, રસ, ગંધ વગેરેનું એક-એક રીતે ગ્રહણ થાય છે. પણ એ અનુભવ વારંવાર કરવાથી એ સર્વ ગુણોનો સમૂહ પછી સફરજન રૂપે થતો લાગે છે. આમ બાહ્ય પદાર્થોના અંતિમ સ્વરૂપમાં-અનુભવ અને વિચાર હોય છે. તેમની સુસંગતતા કે વિસંગતતા અનુસાર પદાર્થ પ્રતીત થાય છે, લોક આમ અનુભવવાદ (Emporicism)ને આધાર પદાર્થનો સ્વીકાર તો કરે છે પણ તેમાં મનની સક્રિયતાનું યોગદાન જોડે છે અને પરિણામે પદાર્થના સ્વરૂપ વિષે કંઈક અનિશ્ચિતતા પ્રવર્તે છે. એટલે જ્યોર્જબર્કલે એક ડગલું આગળ વધી ઘોષણા કરે છે કે ખરેખર તો આપણે માનીએ છીએ તે રીતે કોઈ ભૌતિક પદાર્થનું અસ્તિત્વ જ નથી. જેને પદાર્થ કહીએ તે રૂપ-રસ વગેરે ગુણોનો સમૂહ જ છે. એટલે આપણને માત્ર આ ગુણ સમૂહનો જ અનુભવ થાય છે અને આપણું મન તેને એક પદાર્થ માની લે છે. બીજી રીતે કહીએ તો પદાર્થની સત્તાનો કે તેના અસ્તિત્વનો સમાવેશ તેના જ્ઞાન કે અનુભવ થવામાં જ છે. આ વિચાર બૌદ્ધોના વિજ્ઞાનવાદનું સ્મરણ કરાવી જાય છે. તો ડેવિડ હ્યુમ બર્કલેથી પણ થોડા આગળ વધી કહે છે કે આપણું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રદત્ત સંસ્કાર (Impression) અને વિચારો (Ideas) પર જ અવલંબે છે. હવે ઇન્દ્રિયાનુભવ-પ્રત્યક્ષના અભાવમાં વિચારો સંભવે નહીં પછી તે સાદા હોય કે જટિલ અને વિચારો તો પ્રત્યક્ષની નબળી નકલ જ છે. દરેક પ્રત્યક્ષ અલગ-અલગ થાય છે. તેમની વચ્ચે કોઈ આંતરિક સંબંધ તો છે નહીં તેનો