________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ છે, બદલાય છે અને નાશ પામે છે. તેઓ સીમિત છે. આમ સીમિત અને નશ્વર પદાર્થ - જળ વિશ્વનું મૂળ તત્ત્વ થઈ શકે નહીં. તે માટે તો એક સર્વવ્યાપક અસીમ-શાશ્વત તત્ત્વનો જ સ્વીકાર કરવો જોઈએ. પણ આ અસીમ તત્ત્વ વિષે એનેક્ટીમેન્ડરે વિશેષ ચિંતન કર્યું હોય તો પણ તે ઉપલબ્ધ નથી. પરંતુ આપણને, તેના આ અસીમ-વ્યાપક તત્ત્વના ખ્યાલની સાથે સાંખ્યની મૂળ પ્રકૃતિનો વિચાર આવી જાય છે. આ કેવળ અકસ્માત નથી પરંતુ જયારે બુદ્ધિથી માનવ મન ભૌતિક તત્ત્વોના મૂળ સુધી આગળ વધે છે ત્યારે અંતે તે સીમાબદ્ધતાને અતિક્રમી અસીમ સુધી પહોંચી જાય છે, તેમ સમજી શકાય છે. એનેકઝીમીલ (ઇ.સ. પૂ. ૫૮૮-પર૪) એ ત્રીજા માયલિશિયન ચિંતક છે. તેમણે સ્થૂળ સીમિત જળને અંતિમ તત્ત્વ સ્વીકારી શકાય નહીં એવા એનેફઝીમેન્ડરના મતનો તો સ્વીકાર કર્યો, પણ આ ઇન્દ્રિયગમ્ય સ્થૂળ ભૌતિક પદાર્થો કોઈ અસીમ અમૂર્ત તત્ત્વમાંથી ઉત્પન્ન થાય છે એવા તેના મતનો તેમણે અસ્વીકાર કર્યો. જે અમૂર્ત છે તે મૂર્તિને જન્મ શી રીતે આપે? તેણે કહ્યું કે “જળ' પણ ક્યાંથી આવ્યું. તેનો ઉત્તર છે જળ ‘વાયુ'માંથી નિપજ્યું. વાયુનું ઘનરૂપ એટલે જ જળ. વર્ષા થાય છે ત્યારે વાયુ જ જળને ધરતી પર વરસાવે છે - અને પછી જળને પણ ઘનીભૂત કરવામાં આવે ત્યારે પૃથ્વી તત્ત્વ બને છે. (એનેફઝીમીલ સામે પાણીનું બરફમાં થતું રૂપાંતર હશે !). આગળ જતાં એ એમ પણ કહે છે કે વાયુ જ ઘર્ષણથી અગ્નિને ઉત્પન્ન કરે છે. આમ જળ, પૃથ્વી અને તેજ સહુના મૂળમાં વાયુ જ રહેલો છે તેથી વાયુ જ સહુનું મૂળ તત્ત્વ છે. આ માયલિશિયન ચિંતકોનું ધ્યાન બહુધા બાહ્ય ભૌતિક પદાર્થો તરફ હતું અને એ સીમામાં રહીને તેમણે એક મૂળ તત્ત્વ સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ આ સમય ગાળામાં એશિયા માયનોરના ઇંદૂરાસ નગરમાં જન્મેલા હેરાક્લીટસે સતત પરિવર્તનવાદનો સિદ્ધાંત રજુ કર્યો. તેઓ કહે છે કે “આ વિશ્વમાં જેને “છે' - એમ કહી શકાય એવું કશું નથી. બધું જ થઈ રહ્યું છે-બની રહ્યું છે. (Becoming) જગત એક પ્રવાહ જ છે “અને કોઈ પણ માણસ એકની એક નદીમાં બે વખત પ્રવેશ કરી શકતો નથી. હું જયારે બીજીવાર નદીમાં પ્રવેશ કરું છું ત્યારે નદી કે હું પોતે પણ તેના તે નથી.” હેરાકલીટસે એમ પણ કહ્યું કે વિશ્વ પરસ્પર વિરોધી તત્ત્વોના સંઘર્ષમાંથી ઉદ્ભવે છે અને પ્રવાહરૂપે જ ટકે છે. પણ તેઓ સાથે સાથે એમ પણ કહે છે કે કોઈ વૈશ્વિક નિયમ કે બુદ્ધિ (universal Law of universal Reason) પ્રમાણે જ આ પ્રવાહ વહી રહ્યો છે. એ નિયમને તે God કે Logas કહે છે. આમ હેરાકલીટસ એ શુદ્ધ પરિવર્તનવાદના પ્રણેતા છે. જે આપણને બૌદ્ધ દર્શનના સતત પરિણામવાદનું સ્મરણ કરાવે છે.