________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ અમુક અપેક્ષાએ એ બન્ને છે. આ સ્થિતિ પરિણમનથી શક્ય બને છે. તેથી જૈનદર્શન પરિણામવાદી દર્શન છે. પરંતુ પરિણમનને સમજતાં પૂર્વે આ પરિણમન જ્યાં શક્ય છે, તે જૈનદર્શને સ્વીકારેલા તત્ત્વો કે દ્રવ્યોનો પણ જરૂર પૂરતો પરિચય કરી લઈએ. જૈનદર્શન બહુતત્ત્વવાદી અને સાથે સાથે વાસ્તવવાદી પણ છે. તેથી તે વેદાન્તની જેમ એક જ પરમ સત્ તત્ત્વ છે, એમ સ્વીકારતું નથી અને આ જગત કેવળ જ્ઞાન કે વિચારની જ રમણા છે, તેવા વિજ્ઞાનવાદને તથા જગત કેવળ આભાસ કે વિવર્ત છે, તેવા વિવર્તવાદને પણ માન્યતા આપતું નથી. તેના મતે જગતનું વાસ્તવિક અસ્તિત્વ છે જ અને તે અનેક તત્ત્વોવાળું પણ છે. આ દર્શનમાં કે ધર્મમાં આ દ્રવ્યો કે તત્ત્વોની સંખ્યા દષ્ટિભેદે અલગ અલગ માનવામાં આવી છે અને તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, તો પણ એમાં સામાન્ય રીતે સાત તત્ત્વો સ્વીકારવામાં આવ્યા છે - (1) જીવ, (2) અજીવ, (3) બન્ય, (4) આગ્નવ, (5) સંવર, (6) નિર્જરા અને (7) મોક્ષ. ક્યારેક તેમાં (8) પુણ્ય અને (9) પાપ એ બે ઉમેરી નવ તત્ત્વ પણ મનાયા છે. જો કે એ બન્નેનો સમાવેશ (૪)(૫)(૬)માં થઈ શકે છે, એમ પં.સુખલાલજીએ દર્શાવ્યું છે. આ સાત તત્ત્વોમાં જીવ અને અજીવ એ મુખ્ય દ્રવ્યો છે. (3) થી (6) આત્માના બંધ અને મોક્ષના કારણ છે અને મોક્ષ એ આત્માએ અંતે પ્રાપ્ત કે સિદ્ધ કરવાની અવસ્થા છે. જીવો અનેક છે. જીવ એ ચેતન દ્રવ્ય છે. ચૈતન્ય તેનું લક્ષણ છે. (વૈતન્યસ્તક્ષણો નીવ:) તત્ત્વાર્થસૂત્ર ઉપયોગને જીવનું લક્ષણ કહે છે. (૩૫યોને તક્ષા-૨-૮) ઉપયોગ એ આ દર્શનનો પારિભાષિક શબ્દ છે. બૃહદ્ દ્રવ્યસંગ્રહ કહે છે : “વિવક્ષિત પદાર્થને વ્યાપ્ત કરનાર, પદાર્થનું ગ્રહણ કરનાર જે વ્યાપાર છે તે “ઉપયોગ છે.” ઉપયોગ એ છે કે જેનાથી કોઈ વસ્તુનું જ્ઞાન મેળવાય છે. ચિત્તના સ્વાભાવિક રૂપનો અને એના પરિણામનો અને સ્વયં જીવાત્માના સ્વરૂપનો બોધ થાય છે. જ્ઞાન અને દર્શન તેના બે રૂપો છે.” સંક્ષેપમાં ઉપયોગ એટલે ક્રિયારત થએલ ચૈતન્ય. ચેતનાનો વ્યાપાર. આ ઉપયોગથી વિવેક પ્રગટે છે અને તેનાથી આત્મા જે ઉપાદેય (ગ્રહણ યોગ્ય) છે, તેનું ગ્રહણ કરે છે અને રાગાદિ હેય દોષોનો ત્યાગ કરે છે. જીવ એટલે કે આત્મામાં અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્ત સામર્થ્ય જેવા ગુણો સ્વભાવથી જ છે. પરંતુ તે દેહનું આવરણ ધારણ કરે છે. તેથી તે ગુણો મર્યાદિત થાય છે. આત્મા પણ દેહ જેટલો પરિમાણવાળો બને છે. આમ આત્મા વિભુ કે અણુ નહીં પણ મધ્યમ પરિમાણવાળો છે. દીપકના પ્રકાશની જેમ તે દેહની સીમા અનુસાર સંકોચ