SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 31 આપણને જે જગત ઇન્દ્રિયગમ્ય છે, તે મુખ્યત્વે દ્રવ્યના અને ગૌણ અંશે ગુણોના સંદર્ભમાં જ પ્રતીત થાય છે. વૈશેષિકો નવ દ્રવ્યો સ્વીકારે છે. પૃથિવી, જલ, તેજ, વાયુ, આકાશ, દિકુ, કાળ આત્મા અને મન. આ નવમાંથી પ્રથમ ચાર દ્રવ્યો ભૌતિક દ્રવ્ય છે અને બાહ્ય સૃષ્ટિના સર્જનમાં તેમનું જ મુખ્યત્વે યોગદાન છે. આ સ્થૂળ જગત પૃથ્વીજલ-તેજ અને વાયુનું પરિણામ છે. જે સ્થૂળ દ્રવ્યો દેખાય છે, તે પ્રત્યેકની સંરચનામાં તેના કારણભૂત ઘટકો રહેલા છે અને તે ઘટકો તે અવયવો છે. આ અવયવોમાં એક વિશિષ્ટ સંબંધથી અવયવી ઉત્પન્ન થાય છે. આ વિશિષ્ટ સંબંધ તે સમવાય છે. અવયવોના પણ અવયવો સંભવે છે અને એમ કરતાં છેવટે એવો તબ્બકો આવે છે કે હવે આગળ વિભાજન શક્ય નથી. આ અંતિમ ઘટકને પરમાણુ કહેવામાં આવે છે. (તો નાળીયાનું ન પરમાણુ:) આ રીતે સૃષ્ટિના આરંભકાળે પૃથ્વીના પરમાણુઓ, જળના પરમાણુઓ, તેજના પરમાણુઓ તથા વાયુના પરમાણુઓ હતા. આ પરમાણુઓમાં જીવાત્માના અદષ્ટના આધારે ઈશ્વરની ઇચ્છાથી ગતિ આવી, કારણ કે પરમાણુઓ અચેતન હોઈ, તેમાં સ્વયંભૂ ગતિ સંભવે નહિ. ગતિના કારણે બે પરમાણુઓનો સંયોગ થયો અને તણુકની રચના થઈ. ત્રણ તણુકોનો એક ચણુક બન્યો અને એમ આગળ વધતા સ્થળ પૃથિવી વગેરે ચાર દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યાં. પરમાણુ નિત્ય છે, તેનું પરિમાણ અલ્પતમ છે. તેમાં અણુત્વ હોય છે. કયણુકનું પરિમાણ હ્રસ્વ, ચણકનું મહત્ અને ચતુરણુક વગેરેનું દીર્ઘ હોય છે. પરમાણુ અને કયણુક સૂક્ષ્મ હોઈ સામાન્ય રીતે જોઈ શકાતા નથી. ત્રસરણ જોઈ શકાય છે. જાળીમાંથી આવતા સૂર્યકિરણોમાં તરતો રજકણ જેવડો ત્રસરેણુ હોય છે.' પરમાણુઓના સંયોજનથી જગતનું સર્જન અને વિભાજનથી વિસર્જન કેવી રીતે થાય છે, તેનું સવિસ્તર વર્ણન પ્રશસ્તપાદ ભાષ્ય અને કંદલી વગેરેમાં જોવા મળે છે. પરમાણુ, કયણુક, ત્રસરેણુ, ચતુરણુક અને મહદ્ આદિ ચાર દ્રવ્યો - એમ સર્જનનો ક્રમ હોય છે. આ જ રીતે પ્રલયકાળે વિસર્જનનો ક્રમ પણ સમજાવવામાં આવ્યો છે. પણ આ રીતે થતાં સર્જન વિશે ન્યાય-વૈશેષિકોનો આગવો મત છે. તેઓ માને છે કે કયણુકથી માંડવીને પૃથિવી વગેરેના સ્થૂળ પદાર્થો નવેસર જ ઉત્પન્ન થાય છે. તેઓ ઉત્પત્તિ પૂર્વે હતા જ નહીં, અસત્ હતા. તેઓ તેમના કારણદ્રવ્યોમાં પણ ન હતા. તેઓ આગવી રીતે જ ઉત્પન્ન થાય છે. તેમની નવી જ ઉત્પત્તિ થઈ છે. તેમનો આરંભ થયો છે. આ મતને અસત્કાર્યવાદ કહે છે. પ્રકારાન્તરે તેને આરંભવાદ પણ કહે છે. પં.સુખલાલજી આરંભવાદની લાક્ષણિકતા આ પ્રમાણે દર્શાવે છે : (1) પરસ્પર ભિન્ન એવાં અનંતમૂળ કારણોનો સ્વીકાર. (2) કાર્ય અને કારણોનો આત્મત્તિક ભેદ. (3)
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy