SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 24 ભારતીય દર્શનોમાં પરિણામવાદ સામીપ્યથી પણ પ્રકૃતિમાં ગતિ આવે છે અને જો કે પ્રકૃતિ પોતાના આ પરિણમના કારણથી અજ્ઞ છે, તો પણ તે પુરુષના ભોગ અને અપવર્ગ માટે કાર્યરત થાય છે.૩૨ સા.કા.૫૭માં અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ માટે વાછરડાની વૃદ્ધિ માટે ગાયના આંચળમાંથી સ્વતઃ વહેતા દૂધનું દૃષ્ટાંત આપ્યું છે - જેમ વાછરડાની વૃદ્ધિ માટે અચેતન દૂધ વહે છે, તેમ પુરુષના મોક્ષ માટે પ્રધાન (પ્રકૃતિ)ની પ્રવૃત્તિ થાય છે. (જોકે શ્રીમદ્ શંકરાચાર્ય આ દષ્ટાંતની ટીકા કરી અચેતનની સ્વયંભૂ પ્રવૃત્તિનું ખંડન કરે છે. બ્ર.સૂર૨-૯) પરંતુ અહીં પ્રકૃતિના પ્રયોજનના સંદર્ભે આ દષ્ટાંત સમજી શકાય તેમ છે. પુરુષના ભોગ અને અપવર્ગના ઉદ્દેશથી પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે, એવો ભાવાર્થ લઈ શકાય.) - પુરુષના માત્ર સાન્નિધ્યથી જ જડ પ્રવૃત્તિ ગતિશીલ કેમ બની શકે, તે માટે સાંગાચાર્યોએ આપેલ સ્પષ્ટતાઓ કે દષ્ટાંતો સંપૂર્ણ સંતોષકારક ન પણ હોય. કદાચ એટલે જ પછીથી સેશ્વર સાંખ્ય પ્રવર્તિત થયું હશે કે પછી ઉપનિષદના બ્રહ્મપરિણમનવાદમાં પણ આ સમસ્યાનું નિરાકરણ જોઈ શકાય. પરંતુ સા.કા.માં આવું કોઈ સમાધાન શક્ય નથી. બહુ બહુ તો એમ કહી શકાય કે પુરુષની સત્તામાં જ એવી કોઈ નિહિત શક્તિ (Potential) છે કે જે પોતે હોઈને (Being) પ્રકૃત્તિને હવામાંથી (Beingness) બનવા (Becomingness) માં પ્રેરે છે. ઉપસંહારઃ આપણા પ્રત્યક્ષ અનુભવમાં આવતા જગત અને તેના વિવિધ પદાર્થોના સર્જન અને તેની પ્રક્રિયા દર્શાવવામાં સાંખ્યદર્શનનો અભિગમ બુદ્ધિગમ્ય અને કંઈક અંશે વૈજ્ઞાનિક રહ્યો છે. તેથી પદાર્થમીમાંસા (ontology) ના ક્ષેત્રમાં સંશોધન કરનારાઓને સાંખ્યનો પરિણામવાદ મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે, તેમ લાગે છે. પોતાના સહયોગી યોગદર્શનની સાથે મળીને તે ચિત્તવૃત્તિઓના બદલાતા આયામોનો મનોવૈજ્ઞાનિક આધાર બની શકવાની પણ ક્ષમતા ધરાવે છે. પરંતુ ચાવકના અપવાદ સિવાય પ્રત્યેક ભારતીય દર્શનનું મુખ્ય લક્ષ્ય તો સંસારના પ્રાણીઓની સંપૂર્ણ દુઃખમુક્તિ અને સ્વની સાચી ઓળખ તરફ દોરી જવાનું જ રહ્યું છે. તદનુસાર સાંખ્યદર્શન પણ પળેપળે પલટાતા પદાર્થો અને મનના ભાવોના મૂળ સુધી જઈ, તેની ક્ષણિકતાને સમજી રાગ-દ્વેષાદિ ક્લેશોની ઉપર ઉઠી આત્મસ્મૃતિ (Self remembering) દ્વારા સ્વરૂપમાં સ્થિર થવાનું જ લક્ષ્ય તાકે છે અને તે પણ મહદંશે વિવેકપૂત બુદ્ધિથી શક્ય બનાવે છે - એ જ અર્વાચીન જગતને પ્રમાણમાં પ્રાચીન સાંખ્યનું પ્રદાન છે.
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy