SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વિદૂષી ભાષા ખરી રીતે તે ભાષાને ઉપગ એ સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોને લીધે નકકી થતું હોય છે. ભાષા એ સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું પ્રતીક છે, ભાષા એ એવા સંબંધે પ્રદર્શિત કરવાનું સાધન છે, અને આમ ભાષા એ એક સજીવ સંસ્થા છે. તેમાં હમેશાં પરિવર્તન થતું રહે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષાઓનો ઈતિહાસ જે આપણે ઉકેલીએ તે આપણને એવું જણાશે કે. એક જમાનામાં સંસ્કૃત એ બોલભાષા હતી, પણ કાલાન્તરે તે લુપ્ત થઈ અને તેનું સ્થાન પ્રાકૃત લીધું. સંસ્કૃતિને ઉપયોગ સુશિક્ષિત અને સાક્ષરો પૂરતે. જ મર્યાદિત થયે, અને રોજિંદા જીવનમાં પાકૃતને જ ઉપયોગ થવા લાગ્યો. તેથી જ નાગરકે સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાઓને આત્યંતિક ઉપયોગ કરવો. નહીં એવી સૂચના કામસૂત્રકારને આપવી પડી. અર્થાત પ્રાપ્ત એ લેકવ્યવહારની ભાષા થયા પછી બ્રાહ્મણે સંસ્કૃતને. ઉપયોગ સ્વાધ્યાય પૂરતો અથવા વાણું અને ઉચ્ચાર ઉપર એગ્ય સંસ્કાર થાય ત્યાં સુધી પણ પૂરી કરતા નહીં. બ્રાહ્મણે પણ પ્રાતને-એટલે કે સ્વાભાવિક ભાષાનો જ ઉપયોગ વ્યવહારમાં કરતા હોવા જોઈએ એવું વિધાન ભૂલભરેલું થશે નહીં. ભવભૂતિએ વામીકિના આશ્રમમાંના એક વિદ્યાર્થીને વિવાથી દશામાં પણ પ્રાકૃત જ બોલતો બતાવ્યો છે. તે વિશે હૈં. બેલવલકર આ પ્રમાણે લખે છે : “આ વિવાથી તેફાની હેઈ તે એક ખેલાડી છે. ઉંમરમાં તે માને છે. તે હજુ શુદ્ધ વહેંચાર પણ કરી શકતા નથી તેથી તે સંસ્કૃતિને બદલે પ્રાકૃતએટલે કે બેલભાષાને–જ ઉપયોગ કરે છે.”૭ પરંતુ ભવભૂતિએ ચિતરેલ આ પ્રસંગને સંબધ સ્વાભાવિક રીતે જ સામાજિક પરિસ્થિતિ સાથે હેવી જોઈએ... તે ઉપરથી “પ્રાકૃત એ સર્વસાધારણુ બોલભાષા બની હતી, અને અશિક્ષિત, બ્રાહ્મણે પણ સંસ્કૃત શિખતા પહેલાં અથવા હંમેશના વ્યવહારમાં પ્રાકૃતને જ ઉપયોગ કરતા એમ સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રસંગેમાં વિદ્વાને સંસ્કૃતિને ઉપ ગ કરતા હોવા જોઈએ. આમ, બ્રાહ્મણે જરૂર પડે તે જ, નહી તે કદાચ પિતાની વર્ણ શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે પ્રાકૃતને બાજુએ મૂકી સંસ્કૃત ભાષાનું અવલંબન કરતા હોવા જોઈએ. વિદ્ધશાલભંજિકામાં નાયક વસંતઋતુમાંની, ભમરડાનું વર્ણન સંસ્કૃત શ્લેકમાં કરે છે, ત્યારે વિદૂષક પણ તેની સાથે સંસ્કૃત બોલવાની શરૂઆત કરે છે! તે વખતે રાજ “વાહ! તને સંસ્કૃત પણ આવડે છે ? એવા આશ્ચર્યના ઉદ્ગાર કાઢે છે. " આ ઉપરથી આપણને એમ જણાય છે કે ભણવાની માથાકુટ ના કર્તા કેવળ વર્ણ શ્રેષ્ઠતાના આધાર પર સમાજમાં અગ્રગણમાં સ્થાને હૅના ચારામાં
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy