SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિદૂષકનું રૂપ 5% તર જેવાં પક્ષીઓને ઉડાડવાનું, વળી આંબાપરને મોર ઉતારવાનું વિદૂષકનું “શૌર્ય” નાટકકારોએ વર્ણવ્યું છે ! આ વિવેચન ઉપરથી આપણને એમ જણાય છે કે વિદૂષકની રંગભૂષા અને વેશભૂષાની બાબતમાં ભારતે બતાવેલી વસ્તુઓમાં આગળ જતાં વધારા અથવા ફેરફાર થતા ગયા. તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે સમય સમય પ્રમાણે પ્રચલિત વેશભૂષાના રિવાજો અને રંગભૂમિની રૂઢિઓને અનુસરીને જ વિદૂષકની રંગભૂષા કરવામાં આવતી. અર્થાત બાહ્ય રૂ૫ અથવા વેશમાં ફેરફાર થાય, તે પણ સામાન્ય રીતે વિદૂષકનું રૂપ હાસ્યકારક હોવું જોઈએ એ તત્ત્વ સર્વત્ર જણાઈ આવે છે. ટિપ્પણ 1 જુએ : નાટયશાસ્ત્ર, કાવ્યમાલા; 24.106, કાશી, 35.57 (પાઠાન્તર દિગન્મા ને. બદલે બ્રિનિહ્યા) वामनो दन्तुरः कुब्जो द्विजन्मा विकृताननः / खलतिः पिंगलाक्षश्च स विधेयो विदूषकः / / 2 જુઓ : ભાવપ્રકાશન, ગાયકવાડ સિરીઝ, ક્રમાંક ૪પ. પા. 279 खलतिः पिंगलाक्षश्च हास्यानूकविभूषितः / पिंगकेशो हरिश्मश्रुनर्तकश्च विदूषकः // પ્ર. પરીખે ફાચાનવ શબ્દને મોઢા ઉપરની હાસ્યકારક વિકૃતિ, ત્રણ” એ અર્થ કર્યો છે (ધ વિદૂષક, થિયરી એંડ પ્રેકિટસ, પા. 23 પાદટીપ 1) તે ભૂલ ભરેલે છે. સન્ શબ્દને અર્થ “પૃષ્ઠવંશરજજુ થાય છે ‘વંયાધાર: આત: પૃerf0વિરોષ:આપણે કશ) અર્થાત્, નવા શબ્દનો અર્થ “બરડા ઉપરનું હાસ્યકારક હાડકું, ખૂધ,” એવો થઈ શકે. 3 જુઓ : નાટચશાસ્ત્ર, કાવ્યમાલા 21.126, કાશી, 23.148 विदूषकस्य कर्तव्यं खल्लिकाकपद तथा // 4 જુઓ : નાટથશાસ્ત્ર, ગાયકવાડ 21.155, ટીકા પા. 134 काकपक्षवद् यत्र केशविच्छेदः / 5 જુઓ : નાટથશાસ્ત્ર, ગાયકવાડ, 21.155 विदूषकस्य खलित: स्यात् काकपदमेव वा // 6 નાટયશાસ્ત્ર, કાવ્યમાલા 35.5, કાશી આવૃત્તિ (૩૫.૭૧)માં “વિભૂષિતવનો એવો પાઠ ઉપલબ્ધ છે.
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy