________________ પ્રાસ્તાવિક ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ભૂતપૂર્વ અધ્યક્ષ ડે. જી. કે. ભટના અંગ્રેજી પુસ્તક “વિદૂષકની ગુજરાતી આવૃત્તિ પ્રજ્ઞાચક્ષુ પંડિતની સુખલાલજી ભારતીય વિદ્યા ગ્રંથમાળામાં પ્રકાશિત કરતાં આનંદ થાય છે. સંસ્કૃત નાટકના વિદપકના પાત્રનું આ અધ્યયન અનેક રીતે રસપ્રદ નીવડે એવું છે. વિાષકની ઉત્પત્તિ અને વિકાસ, તેનાં લક્ષણે, તેનું બ્રાહ્મણત્વ, તેનું પ્રાકૃતભાષીત્વ, ઇત્યાદિ. અનેક સમસ્યાઓનું અહીં સવિસ્તર વિશ્લેષણ થયું છે. ઉપરાંત, ડો. ભટે હાસ્યરસ વિશે પણ ઉપયોગી વિચારણા કરી છે. પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં વિદુષક વિશેની શાસ્ત્રીય ચર્ચાઓ છે જ્યારે બીજા ભાગમાં સત્તરમી સદી સુધીના મુખ્ય સંસ્કૃત નાટકમાંથી તેમ જ પ્રાકૃત સટ્ટકમાંથી સેળ નાટકના વિદૂષકનું જીવંત અને માર્મિક પાત્રાલેખન કરવામાં આવ્યું છે. ડે. ભટે આ આવૃત્તિ માટે નવી પ્રસ્તાવના લખી આપી છે. આ ગુજરાતી આવૃત્તિ અંગ્રેજી વિદૂષક પુસ્તકને શબ્દશ: અનુવાદ નથી પરંતુ તેને આધારે કરેલ ભાવાનુવાદ. છે. આ અનુવાદ પ્રા. એસ. એન. પૅડસેએ કરી આપે છે, તે બદલ તેમને અમે આભાર માનીએ છીએ. આ આવૃત્તિ માટે ડે. ભટે લખી આપેલ અંગ્રેજી 342019rld' ah or 'The Vidusaka's Cap and Ajanta Fresco' એ તેમના મૂળ અંગ્રેજી લેખનું ગુજરાતી રૂપાન્તર કરી આપવા બદલ ડે. શ્રી હ. ચૂ. ભાયાણીનો પણ અમે આભાર માનીએ છીએ. ગ્રંથનાં અંતે આપવામાં આવેલ શબ્દસૂચીઓ અને શુદ્ધિપત્ર તૈયાર કરી આપવા બદલ હૈ. 2. મ. શાહને. તેમ જ “કેરળ રંગભૂમિનો વિદૂષકને બ્લેક છાપવા માટે આપવા બદલ ન્યૂ ઓર્ડર પિતાનું પુસ્તક ગ્રંથમાળામાં પ્રકાશિત કરવા દેવા બદલ ડે. ભટનાં અમે અત્યંત આભારી છીએ. પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજી ભારતીય વિદ્યા ગ્રંથમાળામાં પ્રથમ પુસ્તક તરીકે અમે પૂ. પંડિતશ્રી સુખલાલજીની આત્મકથા “મારું જીવનવૃત્ત પ્રકાશિત કરવા વિચારેલું. પરંતુ તે પુસ્તક પરિચય ટ્રસ્ટ પ્રકાશિત કરે તે વધું સારું એમ વિચારી, પરિચય ટ્રસ્ટની તે બાબતની તત્પરતા જઈ, તે પુસ્તક પરિચય ટ્રસ્ટને પ્રકાશિત કરવા દીધું જે યોગ્ય જ થયું છે. પરિણામે પ્રસ્તુત ગ્રંથમાળાના પ્રથમ પુસ્તક તરીકે વિદૂષક' પ્રગટ થાય છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દલસુખ માલવણિયા અમદાવાદ-૩૮૦૦૦૮ નગીન જી. શાહ 1-12-81 ગ્રંથમાળા સંપાદક