SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વિાષક શક્તિ આપવા તૈયાર હોય તે પણ તે લેવા તૈયાર નથી, કારણ કે ચંદ્રિકા તે હલકી દાસી કહેવાય ! તે કહે છે, “પારિજાત વૃક્ષ છોડી એરંડ પાસે કોણ જાય? ચકેરને વિદગ્ધવિલાસ જે એક વખત રાજા તેની પ્રશંસા કરે છે. ચાર એને તરત જ કહે છે, વ્યાસને લિપિવિન્યાસ, વાલ્મીકિના પદબંધ અને બ્રહસ્પતિના લાગુષ્ય જેમ તેની વિદગ્ધતા હેય એ કાંઈ આશ્ચર્યકારક નથી.” અર્થાત ચકેરની વિદ્વત્તા પણ એમના જેવી જ સ્વાભાવિક છે. એક વખત રાણુ તાંબૂલ (પાનસોપારી) આપી ચકેરનું સ્વાગત કરે છે. તેથી રાજા રાણીની પ્રશંસા કરવા જાય છે, પણ ચકોર ત્યાં જ વચમાં બેલે છે, “એમાં નવાઈભર્યું કાંઈ નથી. નારદના આગમનથી શું ઈન્દ્રની પટરાણીને આનંદ નહિ થતું હોય? વસિષ્ઠ આવતાં જ લક્ષ્મી એની સ્તુતિ નથી કરતી? પિતાની જાતને વસિષ્ઠ અને નારદ સાથે સરખાવનાર ચકેરની બડાઈ જોઈ લે. ચકેર વિદૂષક છે, તેથી તે વિષકી કાર્યો પણ કરે છે. એણે કરેલા મહાનગરીના વર્ણનમાં એની મૂર્ખતા પ્રતિબિંબિત થઈ છે. ચિંતામણિ રત્ન મનની ઇરછાઓ પૂરી કરી શકે કે કેમ એ બદલ ચૌરના મનમાં શંકા છે, કારણ કે ગમે તે કહીએ તે પણ એ તે પથરે ! અચેતન પથ્થર મનની મહેરછાઓ કેવી રીતે પૂરી કરી શકે ? નાયિકાના મિલન પછી તે રાજાને ચિંતામણિ રત્ન ફેંકી દેવાનું કહે છે. પણ રાજા ચિંતામણિ રત્નની દેવાલયમાં સ્થાપના કરે છે, અને ચકેરને “બળદ શબ્દથી નવાજે છે એ વધારામાં ! રાણીના મહેલમાં ચાર પિતાની મૂર્ખતા પ્રદર્શિત કરે છે. તે ઊંઘમાં બબડે છે. તેને લીધે રાણુને રાજા અને નાયિકાના મિલન વિશેની ખબર પડે છે. પછી રાણી નાયિકા ઉપર ચાંપતી નજર રાખે છે. છે. એક વખત ચાર પિતે પિતાની મૂખતા વિશે આ પ્રમાણે ચેખવટ કરે છે. એ કહે છે કે, બાપદાદાઓ તરફથી ચાલી આવેલી મારી વિદત્ત અને કવિત્વશક્તિ મેં પેટીમાં બંધ કરી પૂરી રાખી છે. એ પેટીને તાળું વાસી ઉપર મુદ્રા લગાડી છે, અને એ પેટી મારી બૈરીના ઓશિકા પાસે રક્ષણ માટે મૂકી દીધી છે. પિતાની સાથે પિતાની બુદ્ધિ લઈ ફરવું જોખમકારક છે, કારણ કે રસ્તામાં લૂંટાર કેટલા વધી પડ્યા છે.” ચકેરને બીજા પાસેથી બુદ્ધિ ઉછીની લેવી પડે છે તેનું આ એક કારણ છે. ' ચકોરે આપેલી સમજૂતી હાસ્યકારક હોય, તેણે કહ્યા પ્રમાણેની મૂર્ખતા આપણને તેની વર્તણૂકમાં જણાતી હોય, તે પણ ઘણી વખત એથી વિરહ, અસા
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy