________________ પોતાના મનમાં કોઈ યોજના કરી નવમાલિકા વિદૂષકને છોડી દે છે. પછી તે વિટ તરફ વળે છે. પ્રસન્ન થઈ વિટ સાથે તે પ્રેમથી વાત કરે છે અને કહે છે, “આ આત્રેય આપણું મહારાજના જમાઈને મિત્ર છે. તેની સાથે આપણે આ પ્રમાણે વતીશું તે મહારાજ આપણું ઉપર ગુસ્સે થશે. તેથી આત્રેયને ત્રાસ આપવાનું છોડી આપણે તેને સન્માન આપવું જોઈએ.” નવમાલિકાનું કહેવું વિટ માની લે છે. પ્રેયસીની આજ્ઞા પ્રમાણે વિટ આત્રેય પાસે આવી તેની માફી માંગે છે, અને કહે છે, “મા ડું ન માનત, એ તે. “આપણો સમજી જરા મશ્કરી કરી, !" પણ વિટને આત્રેયે આપેલો “દારૂડિયો એ ગાળ મનમાં સાલે છે, અને તેથી તે એને પૂછે છે, “શું તું મને ખરેખર દારૂડિયે માને છે ? આત્રેય ગમે તે રીતે પિતાને બચાવ થાય એમ ઈચછને હાઈ કહે છે, “ના રે, એ તે હું પણ મશ્કરીમાં જ બેલ્યો હતે !" વિટને તેથી સંતેષ વળે છે. - પોતાની પ્રેયસીનું અને આ બ્રાહ્મણનું સન્માન કરવાનો વિચાર કરી વિટ શિલાતલ ઉપર પોતાને ખેસ પાથરે છે, અને તેના ઉપર તેમને બેસાડે છે. પછી તે દારૂને યાલો ભરે છે, અંદર ફુલો નાંખી તેને સુગંધિત કરે છે, અને એ પ્યાલે નવમાલિકા સામે ધરે છે. નવમાલિકા એક ઘુંટડો લે છે અને પ્યાલે પાછો આપે છે. પછી વિટ એ હાલ આત્રેય સામે ધરે છે ને કહે છે, “આ મદિરાને. સ્વાદ હજુ સુધી કેઈએ ચાખ્યો નથી. નવમાલિકાના મુખસ્પર્શથી તેને સ્વાદ ઓર વધી ગયા છે. એમાં સુગંધ ઉમેરાઈ છે. લે, આને સ્વાદ લે. આનાથી વધુ હું તારી શી કદર કરી શકું? પિતાનું, એક બ્રાહ્મણનું આવું સન્માન થશે એને આટોયને ખ્યાલ ન હતે. એ વિટને પિતે બ્રાહ્મણ હેવાનું યાદ કરાવે છે. વિટ એને પૂછે છે, “ભલા માણસ, તું બ્રાહ્મણ છે એ અમે કેવી રીતે જાણીએ ? તારી જોઈ કયાં છે ? બિચાર આટોયા એની જનોઈ ચેટ સાથેના ધમપછાડામાં જ તૂટી ગઈ હતી. એ શું કરે ? એ પિતાનું બ્રાહ્મણપણું કેવી રીતે બતાવે ? નવમાલિકા કહે છે કે જનેઈ નથી તે કાંઈ નહીં, એક બે મંત્રો તે બેલી બતાવ ! પણ આ તે વધારે અઘરું કહેવાય ! આટોય મંત્રો કયાંથી બોલે ? હાજરજવાબી આમેય કહે છે, “તારી દારૂની વાસમાં મારા વેદમંત્રો ઢંકાઈ ગયા છે. વિટને બરાબર જવાબ વાળ્યો હોય તે પણ બધાની વચ્ચે પિતે ઉઘાડો પડી ગયો એ આત્રેય જાણે છે. પોતે બ્રાહ્મણ હોવાનું સિદ્ધ કરવા આત્રેય પાસે કઈ સાધન નથી.