SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ 10 આત્રેય भोः युष्माकं पुरतोऽहं दास्याः पुच्या खलीकृतः / तत् किं मम इह स्थितेन / - નાગાનન્દ, 3 હના બે વસંતકે કરતાં આત્રેયને સ્વભાવ જરા જુદે છે. પણ તેની - જાત વાલકી હોવાને લીધે, વિદુવકની સામાન્ય વિશેષતાઓ આયમાં પણ - જોવા મળે છે. આત્રેય બ્રાહ્મણ છે. સ્વાભાવિક રીતે જ ભોજન તેને પ્રિય છે. બપોરે સૂરજ ભગવાન માથા ઉપર આવે ત્યારે આત્રેયના પેટમાં આગ ભભૂકે છે. પણ નાગાનન્દને નાયક જીમૂતવાહન તાપસવૃત્તિથી રહેતા હોવાને લીધે આત્રેયની સ્થિતિ -સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. તેને મનભાવતું ખાવાનું મળતું નથી. ભૂખ લાગે ત્યારે એને કંદમૂળ ખાવા પડે છે. પરંતુ શાંકુતલના માઢવ્યની માફક એ ફરિયાદ કરતા નથી. પણ તેની કાળજી લેનાર કોઈ હેતું નથી, એ વાત ખરી. પિટમાં ભૂખ લાગી હોય તે વખતે તે શું કુદરતનું સૌંદર્ય નીહાળે ? કે નાયકની વિરહયાતનાઓ જુએ છે જ્યારે નાયકના લગ્ન નક્કી થાય છે, ત્યારે તેને ખૂબ જ આનંદ થાય છે. નાયક તાપસવૃત્તિ છેડી દઈ વૈવાહિક જીવનમાં પ્રવેશે એને આનંદ તે ખરે જ, પણ તે સાથે વિવાહના નિમિત્તે જરા ધરાઈ ને જમાશે એને એને વિશેષ આનંદ થાય છે. ઉપરાંત, જમાઈના મિત્ર તરીકે છોકરીવાળાઓ તરફથી તેને વિશેષ સત્કાર કરવામાં આવે છે. તેને માટે અત્યંત્ર સ્નાનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેને ભેટ તરીકે સારાં સારાં વચ્ચે આપવામાં આવે છે, અને ગળામાં પહેરવા માટે ફૂલની માળા આપવામાં આવે છે. પરંતુ આ ભેટ વસ્તુઓને લીધે પિતાને મોટી મુશ્કેલીને સામને કરવો પડશે -એને આત્રેયને ક્યાંથી ખ્યાલ હોય ? બીબ વિદૂષકૅની માફક આત્રેય કદરૂપે છે. તે બીકણ પણ છે. વિટ તેને કપિલમકસ કહી ગાળ આપે છે. અર્થાત્ તે વાંદરા જે હેવો જોઈએ. આત્રેયમાં સમયસૂચકતા હોય એવું લાગે છે. મલય પર્વતના પ્રદેશમાં તે નાયક સાથે ફરતો હોય છે ત્યાં તેમની નાયિકા સાથે મુલાકાત થાય છે. નાયિકા શરમાઈને નાયક સામે આવતી નથી એ આત્રેય જાણે છે. તે આગળ આવી
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy