SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 250 વિદુષક મયમાં આપણને એવી વિસંગતિ જણાય તે પણ તેના જીવનમાં એક સંગતિ ખાસ જોવા મળે છે, જે નાટકમાં આદિથી અંત સુધી સ્પષ્ટ અને અબાધિત-- પણે પ્રગટ થઈ છે. તે છે મિત્રેયની ચારુદત્ત સાથેની મૈત્રી, મૈત્રેયને મિત્ર પ્રેમ અજોડ છે. ચારુદત્તની ગરીબાઈને લીધે, મૈત્રેયને મિત્ર પ્રેમ ગાઢ સહાનુભૂતિમાં પરિણમે છે. ચારુદત્તને વૈભવ નાશ પામવાને લીધે મૈત્રેયને પિતાના પેટની વ્યવસ્થા બીજે કરવી પડી હોય, તે પણ તે સાંજે પોતાના માળામાં પાછા ફરતાં પક્ષીની માફક, રોજ સાંજે ચારુદત્તને ઘેર પાછો ફરે છે. જગતને વ્યવહાર ગમે તે હોય તે પણ તે ચારુદત્તને સાથ છેડી શકે તેમ નથી. ચારુદત્તના ઉદ્વિગ્ન અને દુ:ખી મનને ઉલ્લસિત કરવા તે હંમેશા પ્રયત્ન કરે છે. વસંતસેના વિશે તેના મનમાં જરા પણ લાગણું ન હોવા છતાં, ચારુદત્ત ખાતર તે તેને ત્યાં દાગીને પહોંચાડવા જાય છે. કર્ણ જેવા ઉદાર, નિર્મળ મનવાળા સજ્જન ચારુદત્ત ઉપર દારિત્ર્યનું દુઃખ આવી પડે તે બદલ તે આંતશય દુઃખી થાય છે. એને કોઈ આવે છે, અને ધમાં એનું મન પૂછે છે, દેવોની પૂજા કરીને તેનું ભલું થયું છે ?? ખૂનના. આરોપસર ચારુદતને પકડવામાં આવે છે, અને ન્યાય માટે તેને ન્યાયસભામાં લાવવામાં આવે છે. આ સમાચાર મૈત્રેયને રસ્તામાં મળતાં જ તે સીધા ન્યાયાલયમાં દોડી જાય છે. ન્યાયાલયમાં ચાલી રહેલું સાક્ષી પુરાવાનું ફારસ જોઈ તેને. આત્મા કકળી ઉઠે છે. તેનું ભોળું દિલ પીગળી જાય છે, અને તે હિંમતથી ઊભે રહી ન્યાયસભામાં બધાને સવાલ પૂછે છે : “સજજન દેતે ! અનેક વસાહત સ્થાપનાર, વિહાર, આરામ, દેવાલયો, સરોવરે તેમ જ કૂવાઓ બાંધી યજ્ઞસ્તંભે. ઊભા કરી, જેણે ઉજજયિની નગરીની શોભા વધારી તે આજે ગરીબ થવાને લીધે, કડીની પણ કિંમત ન આપી શકાય એવાં ઘરેણું મેળવવાના લેભથી ગમે તેવું અકાર્ય કરશે એવું લાગે છે ? ફૂલ તેડતાં પાનને ઈજા પહોંચશે એમ માની જે ફૂલ તેડે નહીં, એ કુમળા દિલને મારા પ્રિય મિત્ર ઈહલેક કે પરલોકમાં આવું અમંગળ કૃત્ય કેમ કરી શકે ?" મૈત્રેયના આ સ્વયંસ્કુરિત સ્પષ્ટ ભાષણમાં ન્યાય મેળવવાની કાળજી, તર્કશુદ્ધતા, વિનંતી, ભાવનાપ્રકર્ષ અને કારુણ્યથી છલકતા ક્રોધનું અભૂતપૂર્વ મિલન થયેલું આપણને જણાય છે. અંતઃકરણની પવિત્ર ઊર્મિઓમાંથી આવેલું, જુસ્સાદાર અને છતાં કારુણ્યથી ભરેલું એવું ભાષણ આપણને ભાગ્યે જ સાંભળવા મળે. આ બાધે વિદૂષક ન્યાય અને માણસાઈ ખાતર આટલી હિંમત એકઠી કરી ડહાપણભર્યું વકીલાતનામુ ન્યાયસભાને રજૂ કરશે એવું કેણે ધાર્યું હતું ?
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy