________________ 6 માઢય. चपलोऽयं बटुः / –અભિજ્ઞાનશાકુંતલ, 2. શકુંતલા અચાનક દષ્ટિપથમાંથી દૂર જતાં દુષ્યન્ત બેચેન બને છે. પિતાને બહલાવવા તે પ્રમદવનમાં આવે છે. ઋતુરાજ વસંત ખીલે હતે. આબા ઉપર કુમળે મહાર ફૂટી નીકળ્યું હતું. આંબાનો મહેર એ મદનના પાંચ બાણ પૈકી એક ! વસંતઋતુનું એ ચિહ્ન જોતાં શકુંતલાના પ્રેમમાં પડેલો દુષ્યન્ત અધિક વ્યાકુળ થયો. તે જ વખતે બીજી બાજુ માઢવ્ય પેતાની લાકડી લઈ આંબાના મહારને ઝૂડવાની શરૂઆત કરે છે. દુષ્યન્ત તેને રોકતાં કહે છે, “રહેવા દે, જો તારો બ્રાહ્મણને પ્રભાવ !' દુષ્યન્તના આ વાક્ય દ્વારા વિદૂષકની જાત અને પ્રકૃતિ આપણે જાણી શકીએ છીએ. માઢ એક ભૂખ અને ડરપોક બ્રાહ્મણ છે. શિકારની મોજ માણવા દુષ્યન્ત પિતાની સેના સાથે નીકળે છે, ત્યારે માઢવ્યને પણ તેની સાથે જવું પડે છે. પરંતુ શિકારના એ અનુભવેને લીધે તે. પિતે જીવનમાં કેઈ દિવસ ને અનુભવેલી મુશ્કેલી અનુભવે છે. પિતાના અનુભવિની દુઃખી રડ–કથા કહેતે તે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. * * * * શિકારની દેખધામને લીધે માઢવ્યના આરામપ્રિય સુખી વનને મોટે ધક્કો લાગે છે ! ક્યાંથી આ શિકારપ્રિય રાજા જોડે દોસ્તી થઈ એ એને પશ્ચાત્તાપ થાય છે. બળબળતી બપોરે એક જંગલમાંથી બીજા જંગલમાં જ ગલી જનાવરોનો પીછો કરવા પૂરપાટ ઘડાઓ દેડાવવા એ કાંઈ સુખકારક અનુભવ નથી ! ઉનાળાના દિવસો, આછી લીલોતરી, અને વૃક્ષલતાઓની નહીં જેવી છાયાને લીધે શિકાર વધુ ત્રાસદાયક નીવડે છે. હંમેશની દોડધામને લીધે મોં સુકાઈ ગયું હોય, તે વખતે જરા ઠંડું પાણી મળે તે પણ જીવને બે ઘડી આરામ થાય ! પણ અહીં તે ડુંગરાઓમાંથી વહેતાં ઝરાઓનું તડકાને લીધે ગરમ થયેલું અને આજુબાજુના ખરી પડેલા પાંદડાઓને લીધે બગડી ગયેલું ખારું તુરું પાણી પીવાનું અને ખાવાના પણ એ જ હાલ ! શિકારના ઘેનમાં સારું રાંધવાનું પણ કાને સૂઝે ! ન મળે તેલ કે ન મળે મસાલે ! મારેલા જનાવરનું માંસ લોઢાના સળીયાઓ ઉપર ગમે તેમ શેકવાનું ! એ શેકેલું કેણું ખાય ? અને એ પણ વખતસર મળતું હોય તે ઠીક ! શિકારના ગાંડપણમાં આર્મથી .