________________ ગૌતમ 225 પિતાની પાસે જ રાખે એ સ્વાભાવિક છે. હવે, એના પગને જો ઈજા થાય તે તે એ કામ બીજાને સોંપે ! ધારિણી એ કામ ઈરાવતીને સેપે જ નહીં, કારણ કે બે રાણીઓમાં પરસ્પર ઈર્ષા હતી પરંતુ માલવિકા જેવી સુંદર દાસી પિતાની પાસે હોય તે બીજાને કહેવાની જરૂર શી? અર્થાત ધારિણું પિતાનું કામ માલવિકાને જ ઑપશે એવું માની શકાય. અને માલવિકા પ્રમદવનમાં આવ્યા પછી તેને મળવું મુશ્કેલ ન હતું. સમુગૃહમાંનું માલવિકા અને અગ્નિમિત્રનું મિલન ગૌતમે ગાઠવ્યું હતું એ વિશે જરા પણ શંકાને અવકાશ નથી. રાણુની દાસી અને રાજવૈદ્યને વિશ્વાસમાં લઈ રાણીની નાગમુદ્રા મેળવવા માટે ગૌતમે કરેલું સર્પદંશનું નાટક આપણે પ્રત્યક્ષ રંગભૂમિ ઉપર જોઈએ છીએ. નાગમુદ્રા મળ્યા પછી પણ દ્વારપાલિકા (માધવિકા) માલવિકાને અચાનક છોડવાનું તેમ જ રાણીની અંગૂઠી કેઈ દાસી નહીં પણ વિદૂષક શા માટે લઈ આવે તે વિશેનું કારણ પૂછે એ સ્વાભાવિક હતું. ગૌતમે તેના ઉત્તરો બરાબર ગઠવી રાખ્યા હતા. તે રાજાને કહે છે, “માધવિકા દાસી મૂર્ખ હોય એમ લાગે છે. અને પછી દાસીના મનમાં થનાર સંભવનીય શંકાઓનું સમાધાન કરવા પોતે મનમાં કેવી રીતે ઉત્તરો રચ્યા હતા તે ગૌતમ રાજાને કહે છે. રાજના ગ્રહો અનિષ્ટ હોવાને લીધે રાજતિષીઓએ બધા કેદીઓને છોડી દેવાનું ફરમાન કર્યું હોવાને લીધે માલવિકાને છોડવી જોઈએ. હવે ઇરાવતીએ માલવિકા વિરુદ્ધ કરેલી ફરીયાદને લીધે ધારિણીએ તેને કેદ કરી હતી. આમ ઈરાવતીને સંતોષવા ખાતર જ તેણે માલવિકા વિરુદ્ધ કડક પગલાં લીધાં હતા. જે તેને છોડવા માટેની અંગૂઠી રાજાને મિત્ર વિદૂષક લઈ આવે તે તેને છોડવાની જવાબદારી રાણું ઉપર ન રહેતાં રાજા ઉપર રહે છે. પિતાની યોજના ગૌતમ રાજાને સવિસ્તર સમજાવે છે, અને કહે છે કે “હું મૂરખ હેઉં તે પણ મને અક્કલ નથી એવું નથી.” આમ નાટકના બધા પ્રસંગે ઉપર ગૌતમને પ્રભાવ જણાઈ આવે છે. તે રાજાને હેતુ સિદ્ધ કરે છે. ઠેકઠેકાણે તેણે પોતાનું વિદૂષકપણુ બતાવી હાસ્ય નિર્માણ કર્યું હોય, તે પણ બીજાની મશ્કરી કરી પોતે આનંદ લૂંટવામાં તેણે કંઈ બાકી રાખ્યું નથી. બે નાટ્યચાર્યોમાં લડવાડ ઊભી કરી તે તેમની જાહેર મશ્કરી કરે છે. આ પ્રસંગમાં બંને નાટયાચાર્યોને તેમ જ સર્પદંશના પ્રસંગમાં ધારિણીને તેણે આબાદ બનાવ્યા છે. માલવિકાના સંદર્ભમાં તે ધારિણી માટે મધમાખી, મેઘાવલી, બિલાડી, પિંગલાક્ષી, વગેરે શબ્દ વાપરી તેની મશ્કરી કરે છે. 15