________________ આમુખ 11 જોઈએ, પરંતુ અહીં વાચની સગવડ ખાતર એ અવતરણે સંસ્કૃતમાં આપવામાં આવ્યાં છે. { આ પ્રબંધ મેં મૂળ અંગ્રેજીમાં લખે હેય અને પ્રસ્તુત ગ્રંથ તે ઉપરથી તૈયાર કરવામાં આવ્યું હોય, તે પણ તે ભાષાંતર નથી, એ જણાવવું જરૂરી છે. એ દષ્ટિએ પ્રસ્તુત રચના સ્વતંત્ર છે. - વિદૂષક જેવા સંસ્કૃત નાટકના એક સામાન્ય પાત્ર વિશે એક મોટું પુસ્તક લખી શકાય એવો મને ખ્યાલ પણ ન હતો. પણ મારા અધ્યયનનું ક્ષેત્ર વધ્યું અને તે કારણે સુખાત્મક નાટક, અને વિનેદની તુલનાત્મક અને વ્યાપક ચર્ચા મેં કરી. અહીં વિદૂષક વિશે જે કાંઈ તારવવામાં આવ્યું છે, તે સંપૂર્ણ નવીન છે. વિદ્વાને જે તે સાથે સહમત થાય તો અનેક વિવાદાસ્પદ પ્રશ્નોના ઉકેલ શોધ્યાને સંતોષ હું અનુભવી શકું. પરંતુ, આ પ્રદીર્ઘ વિવેચન દ્વારા જે સંશોધન માટે કેાઈ નો માર્ગ ઉપલબ્ધ થાય, અથવા સંસ્કૃત નાટ સાથે સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવાની કેઈને કુતિ થાય, તે માટે પ્રયત્ન સફળ થયો હોય એવું મને લાગશે. વિશેષતઃ ગયા પાંચછ વરસથી વિશિષ્ટ વિષયમાં મારું મન પરેવી મેં લેખન-અધ્યયન કર્યું તેને અલ્પ આનંદ પણ જે પ્રસ્તુત ગ્રંથને વાચક અનુભવે છે તે મારે મન બસ છે. -ગાવિંદ કેશવ ભટ