SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૬ છે. આ નાટક કરતી વખતે તે થરથર ધ્રુજે છે. પિતાની ઘરડી માની કાળજી લેવાનું રાજાને કહે છે, ગઈ ગુજરી ભૂલી જવા રાણીને વિનવે છે, અને રાજાને ખાસ ધન્વન્તરી પણ હવે પિતાને બચાવી શકશે નહીં એમ કહી મરણુવેદનાઓ થતી હોય તેમ બરાડા પાડે છે. સર્પદંશનું આ નાટક ગૌતમ એટલું આબાદ ભજવે છે, કે પિતાને લીધે એક બ્રાહ્મણને પ્રાણ જાણે એ બીકે ધારિણુને જીવ ઊડી જાય છે. જે ગૌતમ ભીતિનું આટલું સુંદર નાટક કરી શકે, અને લાકડીને સાપ સમજયાની પિતાની ભૂલ ઓળખતાં પિતાની જાત ઉપર હસી શકે, તેને બીકણું કેમ કહેવાય ? “રત્નાવલીમાં વિદૂષક ખાલી યુદ્ધનું વર્ણન સાંભળી ગભરાય છે, પરંતુ “માલવિકાગ્નિમિત્રના છેલ્લા અંકમાં લુંટારાઓએ ચલાવેલી લુટમાં પોતે કેવી રીતે ફસાયા તેનું પરિવ્રાજકાએ કરેલું વર્ણન સાંભળી કુમળી માલવિકા જયારે ગભરાય છે, ત્યારે ગૌતમ આગળ આવીને આશ્વાસન આપે છે, અને આ તો ખાલી બની ગયેલ પ્રસંગનું વર્ણન છે એમ કહી તેને ભય દૂર કરે છે. આમ ગૌતમના સ્વભાવમાં કયાંક ભીતિને અંશ જણાય તો પણ તે ખરેખર બીકણું નથી. બ્રાહ્મણ હોવાને લીધે ગૌતમને ભોજનને ઘણો શોખ છે. નૃત્યાભિનયને પ્રયોગ ચાલુ હોય છે, તે વખતે રાજાના ભાટ બપોર થયાનું સૂચવે છે. તે સાંભળતાં જ તરત ગૌતમ ઉભો થઈ જાય છે. મધ્યાહ એટલે ભોજનને સમય ! ભજનને સમય કદાપિ ન ગુમાવવો જોઈએ એમ ગૌતમ કહે છે. તે માટે તે વૈદ્યકશાસ્ત્રનું પ્રમાણ રજુ કરે છે. ભોજનની તૈયારી કરવાની તે રાણીને સુચના આપે છે, કારણ કે ભોજન આગળ તેને મન બધી વસ્તુઓ તુરછ છે. માલવિકા માટે ઉતાવળા બનેલા રાજાને તે રસેડાની આજુબાજુ ચક્કર મારતા લોભી પણ બીકણ પક્ષીની ઉપમા આપે છે. રાજાએ માલવિકાના મિલન માટેની કામગીરી ગૌતમને સોંપી હોય છે. તે વિશે તેને રાજા ફરી યાદ અપાવે છે. તે વખતે ગૌતમ કહે છે, “તમારી વાત મારા ધ્યાનમાં છે પણ અમારે પણ જરા આપ વિચાર કરે તે સારું. દુકાનમાંની ભઠ્ઠી જેવી લ્હાય બળી છે મારા પેટમાં!” ઇરાવતીની દાસી તે એમ જ માને છે કે સ્વસ્તિવાચનમાં મળેલા લાડવા પેટમાં ઠાલવવા સિવાય ગૌતમને બીજો કોઈ ધંધે જ નથી. તે તેને બજારમાં ફરતાં બળદની ઉપમા આપે છે. ગૌતમ બ્રાહ્મણ છે પણ વેદાધ્યયન સાથે તેને કોઈ ખાસ સંબંધ નથી. ઇરાવતી તેને બે વખત “મબ્રાહ્મણ એટલે કે મૂર્ખ બ્રાહ્મણ તરીકે સંબોધે છે.
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy