________________ 186 આધાર શાને રહે ? તેની આ ઉપાયોજના સાંભળી નાયિકા મૃગાંકલેખાને હસવું આવે છે. તે કહે છે કે કોઈ પણ રોગની પરીક્ષા આંખે ઉપરથી કરવામાં આવતી હોય, તે પણ સળીયે ભેકી આંખે ખલાસ કર્યા પછી રોગીનું ગમે તે થાય તે પણ વૈદ્યરાજને શું ફાયદો? આ પ્રમાણે એક સામાન્ય વેશ્યા જ્યારે પોતાના વિદ્યકીય જ્ઞાનની હસી ઉડાવતી વૈદ્યરાજ જુએ છે, ત્યારે તે ત્યાંથી પિબારા. ગણે છે. પ્રહસનેમાં એક સેનાપતિનું પાત્ર આવે છે. હાસ્યાર્ણવ” નામના પ્રહસનમાં સેનાપતિ પોતાની બહાદુરી બતાવવા ફૂલમાને મધુરસ ચૂસતી મધમાખીને પકડી આણે છે. તેને પકડવા તે શરીર ઉપર બખતર પહેરે છે, અને સાથે ચાર, સિપાઈએ લઈ જાય છે. પછી વાધરીઓ વડે તેનું શરીર બાંધી તેને બહાર ખેંચે છે, અને પછી આ મદિરા પીનાર સ્ત્રી ગુન્હેગારનું મસ્તક તીર્ણ તલવાર દ્વારા શરીરથી છૂટું કરે છે ! પોતાની વીરતા વર્ણવતાં, આ રણુજબૂક નામતો. સેનાપતિ કહે છે, “સ્ત્રીએ પગે લગાડેલ લાલ અલક્તક રસ જોઈ જાણે લેહી જ ન વહેતું હોય એવું મને લાગે છે, અને તેથી આપણે તે ગભરાઈ પણ જઈએ ! અમાસની અંધારી રાત જોઈ આપણને મૂર્છા આવે છે, પછી રણમેદાનમાં લેહીથી ખરડાયેલ મુખવાળા શત્રુની તે વાત જ શી ? મહાસનેમાં સેનાપતિ ઉપરાંત ગણિકા, નાપિત, તથા સિપાઈ જેવાં બીજું વિવેદી પા પણ જણાય છે. આ પ્રકારના વિદી પાત્રના વિવિધ નમનાઓ આપણે બાજુએ મૂકીએ. અને ખાલી વિદૂષકને જ વિચાર કરીએ તે પણ ભાસ, કાલિદાસ, અને શ્રદ્ધક જેવા નાટકકારોએ વિદી પાત્રની એક ઉજજવલ પરંપરા આપણને આપી છે. સંતુષ્ટ, ગૌતમ તથા મૈત્રેય રૂઢ વિદૂષકના જ નમૂનાઓ છે. તેઓ મૂખ છે, બ્રાહ્મણ છે, બીકણ છે, ખાઉધરા છે, અને હાસ્યકારક ચિત્રણ માટેની આવશ્યક શારીરિક વિકૃતિ પણ તેમની પાસે છે. આમ હોવા છતાં તેમનું દરેકનું અસ્તિત્વ છે, તેમને સ્વતંત્ર વ્યક્તિત્વ છે. રૂઢ વિશેષતાઓમાં પણ આ નાટકકારે. જીવંત વ્યક્તિત્વ ખીલવી શક્યા છે. અને તેથી આ વિદૂષકેના ચિત્ર ઉજજવલ, વૈશિષ્ટયપૂર્ણ અને અવિસ્મરણીય બન્યા છે. પછીના નાટકકારોએ આ સાદી. વાત પિછાની હેત તે વિદૂષકની આટલી ઝડપી અવનતિ ન થઈ હેત. પરંતુ અભિજાત નાટકકારે વિદૂષકનું ખાલી વૈશિષ્ટયપૂર્ણ ચિત્રણ કરી ભા. નહી, તેમણે એ પણ બતાવી આપ્યું કે નાટકમાં વિનોદ કાંઈ વિદૂષક ઉપર