________________ 174. વિદૂષક સ્વતંત્ર પ્રેમપ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગના નાયકના વિવાહાત્સવમાંથી નિર્માણ થાય છે. આમ, તેને મૂળકથા સાથે આડકતરો પણ સંબંધ જેડી શકાય. પણ, નોંધવા જેવી વસ્તુ તે એ છે કે, એ દશ્યમાં પ્રધાન પાત્ર વિટનું છે. રાજશેખરે વર્ણવેલા વિદૂષકના પ્રસંગે હાસ્ય માટે રચાયા છે. તેઓ મૂળ કથાથી અલગ પડી જાય છે. તેમાં વર્ણવેલ વિનોદ પણ હલકે અને ગ્રામ્ય છે. તેથી, રાજશેખરના વિદૂષક દ્વારા વિનેદને નવી દિશા પ્રાપ્ત થાય છે, એમ કહેવું બરાબર નથી. ગાળે અને ગ્રામ્ય પ્રસંગોમાંથી નિર્માણ થતા હાસ્યને વિનેદને વિકાસ કહી શકાય નહીં. રાજશેખરને વિનેદ પ્રહસનેમાં શોભે તેવો છે, અને તેણે લખી છે નાટિકા ! નાટક અથવા નાટિકા જેવા ઉચ સાહિત્યમાં પ્રહસનાત્મક વિનોદ આવે એ અવનતિ સૂચક છે. અર્થાત્ રાજશેખરના જમાનામાં નાટકે પ્રહસનની હલકી સપાટી ઉપર ઉતર્યા હતાં એમ કહેવું પડશે. ઉત્તરકાલીન નાટકોમાં વિદૂષકનું ચિત્રણ સાવ બીબાંઢાળ થયેલું જણાય છે. આ નાટકોમાં નાટકકારોએ જ્યાં જ્યાં નવીનતા આણવાનો પ્રયત્ન કર્યો, ત્યાં ત્યાં તેમણે વિદૂષકનું અધિષ્ઠાન બદલી નાખ્યું. બિલ્ડણે “કર્ણસુંદરી'માં૧૪ વિદૂષકને કેઈપણ વિશિષ્ટ નામ આપ્યું નથી. . અર્થાત અહીં વિદૂષકનું પાત્ર એટલું રૂઢિગત અને બીબાંઢાળ બન્યું છે, કે એક વ્યક્તિ તરીકે પણ તેનું અસ્તિત્વ માર્યું ગયું છે અને એ કારણે જ, જાણે તેને કેાઈ નામ આપવામાં આવ્યું ન હોય એમ લાગે છે. આર્યસેમીશ્વરના “ચણ્ડકૌશિકમાં 15 બૌધાયન નામનું પાત્ર આવે છે. હરિશ્ચન્દ્રની સત્યપ્રિયતા અને વિશ્વામિત્રે તેને આપેલો ત્રાસ આ નાટકમાં વર્ણવવામાં આવે છે. નાટકની કથા ગંભીર હોવાને કારણે વિદૂષકને તેમાં કઈ અવકાશ નથી, છતાં વિદૂષકને જે આણુ જ હોય તે, “ભાવનાત્મક સંતુલન સાધવા આણી શકાય. પણ આ નાટકમાં “નાયક માટે સહાચર હોવો જોઈએ એ રૂઢિ ખાતર જ જાણે વિદૂષકને આ હેય એવું લાગે છે. વિદુષક નાટકના પહેલા અંકમાં પ્રવેશે છે, અને થોડે રૂઢિગત વિનોદ કરી જ રહે છે. પછી તે પાછ જણ નથી. પંડિત જગન્નાથના અતિમન્મથ માં! પહેલા બે અંકમાં વિદૂષક આવે છે. આ વિદૂષક અશિક્ષિત બ્રાહ્મણ (અનૂવાન શ્રોત્રિય) હોય છે. નાયક સામે -પિતાના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની બડાઈ મારે છે અને તેને નાયિકા પાસે મુક્ત