________________ એટલે કેઈ યક્ષિણ - શાપષ્ટ દેવતા - હેવી જોઈએ એવો તર્ક અંતઃપુરમાં દઢ થાય એ સ્વાભાવિક છે | (આ) બ્રહ્મચારી લાવાણુકામાં બનેલી બીના કહે છે, તેમાં મક્વાનને ઉલ્લેખ આવે છે, પણ વિદૂષકને ઉલેખ જણાતું નથી, માટે બ્રહ્મચારી વિદૂષક છે એમ કેમ કહી શકાય ? prઘાજોન ચારા મવતિ એ નિયમ પ્રમાણે મંત્રીને ઉલ્લેખ જણાય એ સ્વાભાવિક છે. સામાજિક જીવનમાં, અને સંસ્કૃત નાટકમાં પણ વિદૂષકનું સ્થાન ગૌણ છે. તેથી લાવણકના વર્ણનમાં વિદૂષકને ઉલેખ ન આવે એ જ યોગ્ય કહેવાય. (ઈ) બૃહત્કથામાં વાસવદત્તા અને યૌગંધરાયણ સાથે વિદૂષક પણ શાન્તર કરી ગયું હતું એમ બતાવવામાં આવ્યું હોય તે પણ ભાસે પણ એ વસ્તુઓ એવી જ બતાવી છે, એમ કહીએ તે મૂળકથા અને નાટકકારે તેમાં કરેલા ફેરફારને તુલનાત્મક અભ્યાસ આપણે કર્યો નથી એ કબૂલ કર્યા બરાબર છે. ઊલટું, બ્રહ્મચારીને વિદૂષક માની લઈએ તે નાટકમાં વિસંગતિ નિર્માણ થયેલી આપણને જણાશે. પહેલા અંકમાં બ્રહ્મચારી પ્રવેશે છે, તે વખતે ત્યાં પદ્માવતી અને કાંચુકીય હોય છે. પણ જ્યારે વિદૂષક ઉદયન સાથે રાજમહેલમાં રહે, ત્યારે પદ્માવતી અથવા કાંચકીય એને કદીયે ન ઓળખે એ શું બનવાજોગ છે ? ભાસ કાંઈ એટલે. બુડથલ નાટકકાર નથી કે જે પિતાના નાટકમાં આવી વિસંગતિ ચલાવી લે. અને, એ બધું આપણે માની લઈએ, તે પણ વિદૂષકની ઉમર નક્કી કરવી, અને બ્રહ્મચારી વિદૂષક છે એ પુરવાર કરવું નિરર્થક અને નિષ્ફળ છે. પ્રસ્તુત વિષયને અભ્યાસ કરતાં, મને એવું લાગે છે કે સંસ્કૃત નાટકોની ઉત્પત્તિ, અને વિદૂષકની ઉપત્તિ વિશેના પ્રશ્નો સ્વતંત્ર છે. તેમની ભેળસેળ ન કરતાં એ પ્રશ્નોને સ્વતંત્ર રીતે અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃત નાટકનું મૂળ ધાર્મિક છે એવું માની લઈએ તે પણ વિદૂષકનું મૂળ પણ એવી ધર્મવિધિઓમાં શોધવું અનાવશ્યક અને અયોગ્ય છે. વિદૂષકના પાત્રમાં પરિહાસ છે, વિડંબન છે એ ચક્કસ. પરંતુ ભારતીય સંસ્કૃતિ જ એવી છે કે તેને લીધે ધર્મનું અથવા ધર્મવિધિઓનું હાસ્યાસ્પદ વિડંબન થઈ શકે નહીં. ભારતમાં ધર્મવિષયક ભાવનાઓ એટલી પ્રભાવી અને હળવી છે કે ધર્મવિધિના વિડંબનાત્મક અનુકરણમાંથી જે વિદૂષક નિર્માણ થયે હેત, તે તેનું અસ્તિત્વ સંસ્કૃત નાટકમાં આટલી સદીઓ સુધી ટકી શક્યું ન હેત. અર્થાત વિદૂષક વિશેના પ્રશ્નોના ઉકેલ આપણે અન્યત્ર શોધવા જોઈએ.