________________ 90 હું આત્મા છું કરો પણ ફરી પાછા પારાની જેમ એ હુક્કા ભેગા થઈને આખું યે શરીર જીવતું થઈ જાય. અર્થાત્ તે મરે જ નહીં. પણ કપાવાની વેદના સહન, કરવી પડે. આમ તેના આખા આયુષ્ય દરમિયાન હજારો-લાખો વાર એ કપાય વેદના સહ-ફરી જોડાય. તેથી ત્યાં વેરને બદલે પૂરેપૂરો લઈ શકાય. જે જીવો ખૂબ જ ગાઢાં વેર બાંધે તેને એવા ભયંકર વેર ચૂકવવા નરકમાં જ જવું પડે, જ્યાં ઓછામાં ઓછું દસ હજાર વર્ષનું આયુષ્ય અને વધારે તે સાગરોપમના હિસાબે, જે આપણી કલ્પનામાં પણ બેસે નહીં. તે નારકી જીવોનું અવધિજ્ઞાન આવા ઉપયોગમાં આવે. ચોથું મનપર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાનાવરણીયનાં પશમથી આ જ્ઞાન પંચ મહાવ્રતધારી, નિગ્રંથ મુનિ અને તે પણ સાતમ ગુણસ્થાનવતી, અપ્રમત્ત સંયતિ તથા લબ્ધિધર મહાત્મા હોય તેને જ થાય. અન્યને નહીં. આ જ્ઞાન મનવાળા જીવોના મનના કાલિક ભાવેને જાણે.સંજ્ઞી જીવે મનમાં જે વિચાર્યું, વિચારે છે કે વિચારશે, એ બધાને જાણે. તેમાં પણ બે પ્રકાર. જુમતિ અને વિપુલમતિ. | ઋજુમતિને વિષય બહુ સ્પષ્ટ ન હોય ત્યારે વિપુલમતિ સ્પષ્ટ રીતે જાણે વળી બનેમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દૃષ્ટિએ પણ અંતર રહે. તેમજ બાજુમતિ મન:પર્યવજ્ઞાન આવ્યા પછી ચાલ્યું પણ જાય. વિપુલમતિ આવ્યા પછી જાય નહીં. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છેલું કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્માના અસંખ્ય પ્રદેશ રહેલ અનંતજ્ઞાન એકી સાથે ઝળકી ઉઠે તે કેવળજ્ઞાન. એના કેઈ ભેદ નથી. એક આત્માના કેવળજ્ઞાનથી બીજા આત્માના કેવળજ્ઞાનમાં કેઈ અંતર નથી. પછી એ સામાન્ય કેવળીનું હોય, તીર્થંકર પરમાત્મા અરિહંત દેવનું હોય કે સિદ્ધ ભગવંતનું હેય. ત્રણેયના કેવળજ્ઞાનનું સ્વક્ષેત્રે વેદના એક સરખું જ તેમાં કશે ય ભેદ નથી. વળી કેવળજ્ઞાન થતાં પહેલાં અવધિજ્ઞાન કે મન પર્યાવજ્ઞાન હેવું જ જોઈએ એવું જરૂરી નથી. ઘણું છે આ બે જ્ઞાન પામ્યા વિના પણ કેવળજ્ઞાન પામી જતા હોય છે. પણ મતિ-શ્રત મિથ્યા મટી સમ્યફ તે થવાં જ જોઈએ. તે જ કેવળજ્ઞાન થાય.