________________ શું પ્રભુ ચરણ કને ધરૂ 47 અંતર વ્યાકૂળ બની ગયું છે, માટે ચરણમાં સર્વથા સમર્પિત ભાવ સિવાય, બીજું કશું થઈ શકે તેમ નથી. મારા મન, વચન, કાયાના ત્રિ–ગે આપના ચરણ-શરણની આજ્ઞા પ્રમાણે વર્યો જાઉં. આપે આત્મ-આરધનને માર્ગ બતાવ્ય, એ માર્ગે વત્યે જાઉં એ જ છે મારું સમર્પણ. - આમ વિનયી શિષ્ય ગુરૂદક્ષિણારૂપ, પિતાનું સર્વસ્વ ગુરૂદેવના ચરણે ધરી તેઓની આધીનતા સ્વીકારે છે, શરણ સ્વીકારે છે, તે શિષ્યને ખબર છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ. તેથી અનંત મહિમાવાન આત્માને સંપૂર્ણ પામવા માટે એ ગુરૂચરણનું શરણ સ્વીકારે છે. આટલું કર્યા પછી પણ શિષ્યને સંતોષ થતું નથી. પિતાને સમર્પણ ભાવ તેને ઓછો જ લાગે છે. તેથી હજુ ગુરુદેવના ચરણમાં વધુ સમર્પણતા જાગે છે. તે કયા શબ્દોમાં એ પ્રગટ કરે છે તે અવસરે—