________________ શું પ્રભુ ચરણ કને ધરૂં 43 ભીલપુત્ર પાછો ફર્યો. અંતરમાં ધનુર્વિદ્યા શિખવાની તમન્ના પડી છે. અદમ્ય લગની લાગી છે. જેમનાં ચરણમાં પિતાનું સર્વસ્વ સોંપવા ગયે છે તેમણે તેને તિરસ્કાર કર્યો, તેને હલકા કૂળને કહયો, છતાં તેમના પ્રત્યે રેષ ન આવ્યું. તેને અપમાન ન લાગ્યું. પણ એ વિચારે છે કે આચાર્યદેવ મને શિષ્યરૂપે સ્વીકારે કેન સ્વીકારે એ તેની મરજી પણ મેં તે તેઓને ગુરુરૂપે મારા હૃદયસિંહાસને આસીન કરી જ દીધાં છે. ચાહે. તિરસ્કારે, ચાહે સ્વીકારે, મારા ગુરુ તે એ જ. અને બંધુઓ ! ભીલપુત્રે જંગલમાં જઈ ઝૂંપડી બાંધી. ઝુંપડીની બહાર, પિતાના હાથે જ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી સ્થાપના કરી. એ. મૂર્તિરૂપ, ગુરુદેવની મૂક પ્રેરણું લઈધનુર્વિદ્યા શિખવા માંડયો. તેના અંતરના ઉ૯લસિત ભાવેનાં કારણે ગુરુમૂર્તિ પણ તેના માટે પ્રેરણાદાયી બની રહી. થેડા જ સમયમાં આ કળામાં એ પારંગત થઈ ગયે. થોડા સમય પછી એકવાર ગુરુ દ્રોણાચાર્ય પિતાના ક્ષત્રિય શિષ્યોને લઈ એ જ જંગલમાં જઈ રહ્યાં છે. એક અદ્દભુત આશ્ચર્ય જોયું. એક કૂતરાના મુખમાં સાત બાણ કેઈએ માર્યા છે. કૂતરે ભસતે બંધ થઈ ગમે છે. પણ એક લેહીનું ટીપું નીકળ્યું નથી. ગુરુ અને શિષ્ય સહુ જોઈને સ્તબ્ધ થઈ ગયા. ! આ ધનુર્ધર કેણ? જે દિશામાંથી બાણ આવ્યાં હતાં, તે દિશામાં આગળ વધ્યાં. કાળમીંઢ પત્થરમાંથી મૂતિ કંડારેલી હોય એ શ્યામ રંગથી શોભતે, સુંદર દેહયષ્ટિ ધરાવતે, એક તેજસ્વી યુવાન હાથમાં ધનુષ્ય લઈને ઉભે છે. દ્રોણાચાર્યને જોતાં જ એ નમી પડે છે. આચાર્યદેવ તેને પૂછે છે– તું કેણ છે ?" “પ્રલે ! આપને જ શિષ્ય ! " મારે શિષ્ય ?' દ્રોણાચાર્યના અહમ ને ચોટ લાગી આવે જગલને વાસી મારે. શિષ્ય કેવી રીતે હોઈ શકે ? ને ફરી કહે છે - “મારે શિષ્ય ? ના, તું મારે શિષ્ય હોઈ જ ન શકે !"