________________ આ પુસ્તકમાં : પરમ શ્રદ્ધેય ડો. તરૂલતાબાઈ મહાસતીજીના આત્મ-સિદ્ધિ શાસ્ત્રના વિવેચનનું આ ત્રીજું એટલે કે અંતિમ ચરણ છે. શિષ્યને બોધિબીજની પ્રાપ્તિ થાય છે. સદગુરુએ તેની સર્વે શંકાઓનું સંપૂર્ણ સમાધાન આપ્યું છે. શિષ્ય આનંદમગ્ન બની આત્માનુભૂતિમાં રત બને છે. કૃપાળુ ગુરુદેવે કરેલ અસીમ કૃપાથી પ્રાપ્ત જ્ઞાનને વાગોળતે આનંદ વિભેર બની ઉઠે છે. પરમ કૃપાળુ દેવ અહેસાનમંદ શિષ્યના મુખે ઉપસંહાર રૂપ આત્મસિદ્ધિ શાસ્ત્રના મર્મને ગાથા 119 સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજ માંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન, થી પરમ વંદનીય આત્મદશાના વર્ણન દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. -142 માં સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે. આ પુસ્તકમાં પર્યુષણ દરમ્યાન ભગવાન મહાવીરના ર૭ ભવેનું વાંચન તથા સાંવત્સરિક આયણે પણ સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આવા અદૂભૂત સાહિત્યના યથાશકિત વિવેચને પરમ શ્રદ્ધેય મહાસતીજીને પુરુષાર્થ તે જ લેખે લાગ્યું ગણાય આવાં સાહિત્ય માટે જિજ્ઞાસુ શ્રાવક ગણ માંગણી કરતે થાય. પ્રલ શાહ. .