________________ 314 હું આત્મા છું મહાન શક્તિ છે. વાણી મનનું પ્રતીક છે. મિચ્છામિ દુકકડની પાછળ આંતરિક પ્રશ્ચાતાપ ને ભાવ રહેલું છે. તે આત્મા પર લાગેલ પાપ મળને દૂર કરે છે. તેથી પરંપરાગત નિષ્ણાણ રૂઢિથી મિચ્છામિ દુકકર્ડને પ્રાગ ન કરતાં સાચા મનથી પાપાચાર માટે પ્રશ્ચાતાપ કરે જોઈએ, તે તરફ ધૃણા કરવી જોઈએ. અપરાધ માટે તપશ્ચર્યા કે અન્ય કેઈ દંડ આપવામાં આવે છે તે પણ મૂળમાં પશ્ચાતાપ જ છે. જે મનમાં પશ્ચાતાપ ન હોય અને બાહ્ય કઠોર પ્રાયશ્ચિત લેવામાં આવે છે તે આત્મશુદ્ધિ કરી શકતું નથી. સાધકનાં અંતહૃદયમાં સ્વયં પ્રાયશ્ચિત કરવાને, પાપનું શોધન કરવાને, આત્મશુદ્ધિ કરવાને ઉલ્લાસ હવે જોઈએ. મિચ્છામિ દુકકર્ડ પણ એક પ્રાયશ્ચિત છે. તેનાં મૂળમાં પ્રાશ્ચતાપની ભાવના રહેલી છે. પરંતુ જે સાચા મનથી કરવામાં આવે તો. સારાંશ એ છે કે સંયમ-યાત્રાના પથ પર પ્રગતિ કરતાં જે સાધક કેઈ ભૂલ કરે તે તેને સાચા મનથી પશ્ચાતાપ કરી લેવું જોઈએ. અને પુનઃ તે ભૂલની આવૃત્તિ ન થવા દેવા માટે સતત સકિય પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ પ્રમાણે મન, વાણી અને કર્મથી મિચ્છામિ દુકકડ લેવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જશે નહિ. તે પાપમળને અવશ્ય ધોઈને આત્માને નિર્મળ બનાવશે. 18 પાપસ્થાનનું સેવન તથા જ્ઞાનાદિની વિરાધના ચાર પ્રકારે થાય છે. અતિકમ, વ્યતિકમ, અતિચાર અને અણચાર. પાપ કરવાની માનસિક ભાવના થવી તે અતિક્રમ, તેના માટે વાણું ને વ્યાપાર કરે તે વ્યતિક્રમ. દેહાદિની ક્રિયા અર્થાત જે પાપ કરવું છે તેનાં માટે શરીરથી, હાથ-પગથી તે સામગ્રીને ભેગી કરવી તે અતિચાર, અને આ બધું થયા પછી મન-વચન-કાયાથી પાપ કરી લેવું તે અણાચાર જીવ જ્યારે દોષોને સેવે છે ત્યારે કયારેક એ અતિકમ રૂપ હોય, ક્યારેક વ્યતિક્રમ રૂપ હોય. ત્યાં સુધી આવીને પણ અટકી જાય ક્યારેક