________________ હું આત્મા છું અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા-ભતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ..૧૨૨. ચેતન પિતાની સહજ સ્વાભાવિક દશામાં પરિણત થઈ રહ્યો હોય એ સમયનાં તેનાં પરિણામ શુદ્ધ ચેતનરૂપ જ હોય. તેમાં અશુધ્ધિને અંશ ન હોય. જીવનાં પિતાના પરિણામેનું સંવેદન હોય છે. જીવને સ્વભાવ જ વેદતા. જીવ સ્વક્ષેત્રે અનંતજ્ઞાનનું વેદન કરતે હેય. જે જ્ઞાન નિજ પરિણામરૂપ છે. શુદ્ધ ચેતનારૂપ છે. અહીં ચેતનાને શુધ્ધ કહી તેને અર્થ જ એ થાય કે અશુધ્ધ ચેતના પણ હેવી જોઈએ. વિશ્વમાં રહેલ જેટલા પદાર્થો છે તેનાથી વિજાતીય અન્ય પદાર્થ હોય જ એ નિયમ છે. માટે શુધ્ધ ચેતના કહેવાથી અશુધ્ધ ચેતનાની આપોઆપ સિદ્ધિ થઈ જાય છે. પ્રથમ શુધ્ધ ચેતના શું તે સમજીએ. આ ચેતનાને જ્ઞાનચેતના કહે છે. આત્માથી અભિન્ન સ્વતઃ સહજ સુખની અનુભૂતિ, જ્ઞાનની અનુભવ દશા.. આત્માનાં અસંખ્ય પ્રદેશ રહેલ અનતજ્ઞાનની અનુભવ દશા તે જ્ઞાનચેતના. જ્ઞાન જ્યારે સમ્યફ થઈ આત્માને અનુભવ કરે છે. ત્યારે તે જ્ઞાન ચેતના અને તે જ શુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના તે, આત્મજ્ઞાન રહિત મિથ્યાદષ્ટિ જવ, રાગાદિના ભાવોને તથા તેનાથી થનાર ભિન્ન-ભિન્ન અવસ્થાઓને અજ્ઞાન વડે પોતાની માને તે અજ્ઞાન ચેતના, તે જ અશુધ્ધ ચેતના. તેના બે પ્રકાર 1. કર્મ ચેતના. 2. કર્મફળ ચેતના. આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ સિવાયના બીજા સર્વ ભાવે અનાત્મભાવે છે. તે ભાવેને કર્તા પિતે છે. હું કરૂં, હું કરૂં એવી જે સતત પ્રતીતિ થયા જ કરતી હોય તે કર્મ ચેતના. જ્યાં કરવાપણાની બુધિ છે. જીવની અજ્ઞાનતા તે જુઓ ! પિતે પરમાં કશું કરી શકતું નથી, છતાં એમ માને કે હું કરું તે જ થાય. મેં ન કર્યું હોત તે કશું થાત નહીં. આવી ભ્રમણમાં પ્રાયઃ દરેક જી રહેતા જ હોય. ગાડા નીચેનાં સ્થાન જેવી દશા, એક કવિએ કહ્યું ને !