________________ પ્રગટયો ભાણ 217 તમને કહીશ કે ભગવાન મહાવીરનાં આત્મા સાથે આપણુ આત્માનું અનુસંધાન કરવું છે. આપણું અંતરને તાર તેઓનાં આત્મા સાથે જોડે છે. આપણાં અંતરમાં એવા ભાવ જગાવે કે જે ત્યાં સુધી પહોંચે ! આપણે પ્રભુને કહીએ કે હે પ્રભુ! તું જેવી આધ્યાત્મિક પરિણામધારાથી પરિણત થઈ રહ્યો છે એવી પરિણતિ મારામાં પણ જાગે. બસ ! માત્ર આ એક કારણથી જ તારી સાથે મારું જોડાણ ઈચ્છું છું. બંધુઓ ! ભાવના જગાડે. ભાવમાં ઉલ્લાસ લાવે, ભાવનામાં ભરતી લાવે. તે આપણે પણ મહાવીર બની શકીશું. બંધુઓ ! જૈન પરંપરા કહે છે તમારા સર્વની અંદર મહાવીર સુષુપ્ત દશામાં પડ્યો છે. એક એક વ્યક્તિમાં એ મહાવીરત્વ પડેલું છે તેને જાગૃત કરો. તમારૂં મહાવીરત્વ જાગ્રત કરે તે તમે પણ મહાવીર બની જશે. મહાવીરને સંદેશે એ જ છે કે આપણે પણ મહાવીર બનીએ. આપણું આધ્યાત્મિક પરિણતિ પણ એમના જેવી જ બને. આત્મા વિશુદ્ધ થઈ જાય, અને સર્વ કર્મનો ક્ષય કરી આપણે પણ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જઈએ.