SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 204 હું આત્મા છું સતીજી એકની એક વાત લઈને બેઠાં છે. પણ જે વાત મૂકી શકાય તેવી ન હોય તે વાત ન કહું તે શું કહ્યું? આ સિવાય બીજું કંઈ કહેવા જેવું મને તે લાગતું નથી. પ્યારા બંધુઓ ! આ કહેતાં-કહેતાં પણ મારું હૃદય ભરાઈ આવે છે કે કેમ આપણું અંતરમાં આ ભાવ જાગતા નથી ? વીતરાગનું શાસન મળ્યું છે. વીતરાગની વાણી મળી છે ! સંતેનું સાનિધ્ય મળ્યું છે. આપણને આટલી બુદ્ધિ અને શક્તિ મળી છે તે કેમ આપણે અંતર જ્યાત ન જગાવી લઈએ? બસ, ભગવાન મહાવીરનાં ભનાં વૃત્તાંતને સાંભળી આંતરશુદ્ધિ ને નિર્ધાર કરીએ. અને એ નિર્ધારને સફળ બનાવવાનાં પુરુષાર્થમાં લાગી જઈએ એ જ પર્યુષણ પર્વની સાર્થકતા છે. મહાવીરને આત્મા દશમા દેવ નાં સુખને નિરસ ભાવે ભોગવી રહ્યો છે. અંતરતમનાં ઊંડાણમાં પડેલ વૈરાગ્યભાવ એ ભવમાં પણ ઝળકી રહ્યો છે. ત્યાંનું આયુ પૂર્ણ કરી પ્રભુ કયાં પધારશે તે કાલે વાંચન કરીશું. - આપણું પરંપરા પ્રમાણે આવતી કાલે મહાવીર જન્મ વાંચન થશે. પ્રભુ જનમ્યા હતા તે ચૈત્ર શુકલા ત્રદશીનાં પવિત્ર દિને પણ આપણે પર્વાધિરાજમાં પ્રભુનાં જન્મનું વાંચન કરી એ મહાવીર–મહાવીર કેમ થયા, શું કર્યું તે જાણવા વાંચન કરીએ છીએ. આપણું એ નાથ, ત્રિલેકીનાથ કેવીરીતે બન્યા તે અવસરે
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy