________________ આરાધનાનું અમૃત જે માનવ, જીવનની પાછલી અવસ્થામાં પણ ચારિત્ર ગ્રહણ કરી સંયમ, તપ, ક્ષમા, બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સ્વર્ગનાં સુખને પામે છે અને પરંપરાએ મોક્ષને પણ પામે છે. યુવાનીમાં ધર્મ થાય તે તે બહુ સારું. પણ ત્યારે ન થયે તે જીદગીના અને તે ધર્મરૂચિ જગાડે ! નંદનકુમારનું આયુષ્ય હજુ ઘણું બાકી હતું ત્યાં જ તેણે દીક્ષા લીધી અને દીક્ષાદિન થી જ પ્રતિજ્ઞા કરી કે જીવનપર્યત માસખમણનાં પારણે માસખમણ કરીશ. સાથે જ જ્ઞાન-સાધનામાં પણ રત થઈ ગયા. અને અગ્યાર અંગેનું જ્ઞાન ઉપાર્જન કરી લીધું. સંયમ–તપ અને જ્ઞાનના ત્રિવેણી સંગમમાં આત્માને પાવન કરી રહ્યાં છે. સાથે-સાથે તેમનાં અંતઃ કરણમાં ભાવદયા ઊભરાઈ રહી છે. ભવિષ્યમાં તીથ–સ્થાપના કરી ભવ્ય જીવોને મેક્ષમાર્ગ બતાવવાનું છે એ સામર્થ્ય તીર્થકરમાં જ હોય. જેના સેવનથી તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે તેનું સેવન કરવા માંડ્યા : अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसु / वच्छल्लया य तेसिं अभिक्खनाणावओगे य // दसण-विणय आवस्सए य, सीलव्वए निरइयोरे / खणलव तव च्चियाए; वेयावच्चे समाहीए / अपुव्वनाणग्गहणे सुयभत्ती, पव्वयणे पभावणया // एएहि कारणेहि तित्थरत्त लहइ जीवो // પ્રથમ-અરિહંત પદ, બીજુ સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ અર્થાત જિનશાસન, ચોથું આચાર્ય પદ, પાંચમું સ્થવિર પદ, છઠું ઉપાધ્યાય પદ અને સાતમું સાધુપદ. આ સાત પદની બહુમાન-આદર પૂર્વક શ્રદ્ધાભક્તિ ભાવે આરાધના કરી, આઠમું જ્ઞાનપદ, નવમું દર્શન પદ, દશમું વિનય પદ, અગિયારમું ચારિત્રપદ. આ ચારેય પદ આત્માનાં ગુણરૂપ છે. પહેલાં સાત પદ ગુણીજનેનાં છે. જ્યારે આ ચાર પદ ગુણનાં છે. તેથી તે ગુણેનું ઉત્કૃષ્ટ ભાવે સેવન કર્યું. બારમું બ્રહ્મચર્ય પદ, તેરમું ધ્યાન પદ, ચૌદમું તપ પદ. આ પદેને નિરતિચાર અને અતિ ઉલ્લસિત