________________ આરાધનાનું અમૃત 193 ત્રિ-પૃષ્ઠ વાસુદેવ, આવા જ ભાવમાં આયુષ્ય પુરૂં કરી મરીને સાતમી નરકે ગયા. મિથ્યાત્વદશા સાથે છે. તેથી ત્યાંનાં ભયંકર દુઃખમાં સમતા રહેતી નથી. ત્યાં પણ એટલા જ પાપ કર્મ ઉપાજે છે. એ તેમને એગણીશમે ભવ. વીસમા ભવમાં જંગલનાં સિંહ થયા. આખું જીવન કૂરતાનાં ભાવની હલકી પરિણતિમાં પસાર કરી ફરી એકવશમા ભવમાં ચેથી નરકે ગયા. બંધુઓ! વિચારે જેનામાં મહાવીરત્વ પડયું છે. મેક્ષના મંડાણ આત્મામાં થઈ ચૂકયા છે. સમક્તિ અને ચારિત્રનું પાલન, જ્ઞાનાદિની આરાધના ઉત્કૃષ્ટ ભાવે કરી છે. એવા આત્માને પણ ઇન્દ્રિયની આસક્તિ અને સત્તાને મદ ક્યાં સુધી નીચે પતનની ખાઈમાં પટકી દે છે? સાતમી નરકનાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી ભયંકર દુખ સહન કર્યા તે પણ કરેલા પાપમાંથી છૂટકારો ન મળે, એટલે પશુની નિમાં જવું પડયું અને તે પણ દૂર એ સિંહને જન્મ. ત્યાં પણ અનેક પાપ ભગવ્યા છતાં હજુ કેટલાં પાપે બાકી રહ્યાં છે કે ફરી થી નરકમાં જવું પડ્યું. આ જીવ થેડી ભૂલે કેટ-કેટલા પાપનાં થક ઉપાર્જન કરી લે છે ? માટે જ કહેવાય છે કે જીવ એક જન્મમાં એટલા પાપ બાંધે છે કે જે અનેક જન્મો સુધી ભોગવતાં પણ ન ખૂટે. એટલું જ નહીં પણ પાપનાં ઉદયે પાપ બંધાવ્યા જ કરે આમ પાપની કડી પછી જેડાતી જાય. તેને અંત ન આવે. હા, જે જીવ સમ્યગદર્શન સાથે લઈને નરકમાં ગયે હોય તે ત્યાં દુઃખ ભોગવતાં પણ સમતા રહે તે નવા પાપ ઓછા બંધાય. પણ સમ્યક્ત્વદશા ન હોય તે વિષમતાનાં યેગે પાપને બંધ ખૂબ થાય. તમને અહીં પ્રશ્ન થશે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ જીવ પણ નરકમાં જાય ? હા જાય. પહેલાં નરકનાં આયુષ્યને બંધ થઈ ગયું હોય અને પછી સમ્યગુદર્શન થાય તે તેને નરકમાં જવું જ પડે. વળી આયુષ્યને બંધ એ છે કે તે ટાળે ટળતું નથી. એકવાર બંધ પડે. એટલે જવું જ પડે. પણ સમ્યગદર્શન સહિત આત્મા નરકમાં જાય છે ત્યાં ભા.૩–૧૩