________________ 164 હું આત્મા છું ત્રિ-દંડીના વેશમાં છે તે આ જ વીશીના મહાવીર નામનાં અંતિમ તીર્થકર થશે, એટલું જ નહીં ભરત ! એ તીર્થકર થયા પહેલા એકવાર વાસુદેવ થશે, એકવાર ચકવતી થશે. આમ ત્રણ મટી પદવી ધારક થશે.” આ સાંભળતા જ ભરતનાં અંતઃકરણમાં આહ્લાદકતા જાગી. અહો ! ધન્ય છે એ આત્માને કે જેનામાં તીર્થકરત્વ જેવી મહાન શક્તિ પડી છે. પિતાને પુત્ર તીર્થકર થશે, સાથે-સાથે ચકવતી અને વાસુદેવ પણ થશે. તેને ભરત ને ગર્વ નથી આવ્યું. તેનાં ચકવર્તીત્વ કે વાસુદેવત્વ પ્રત્યે તેને માન નથી થયું. પણ ભવિષ્યમાં શાસનને નાથ થશે. તીર્થકર જેવો મહિમાવાનું મહાપુરુષ થશે. એ સાંભળી હૃદયમાં આદર અને ભક્તિ જાગ્યાં છે. આ છે ભારતનાં અંતરની સુપાત્રતા. બંધુઓ! તમારે ત્યાં દીકરાને જન્મ થાય. તિષી પાસે જાવ. જન્મકુંડળી કઢાવે અને પૂછે દીકરો ભવિષ્યમાં કે થશે? જે જ્યોતિષી મહારાજ કહે કે આ જાતકનાં વેગ તે બહુ સારા છે. ભવિષ્યમાં એ સંતા થશે. આ સાંભળી તમને શું થાય? ખુશ થાવ ? પિતાને ભાગ્યશાળી માને કે મારે ત્યાં આવું બાળક અવતર્યું ? કે જ્યોતિષને કહે કે મહારાજ એ સંત ન બને એ માટે કંઈ થઈ શકતું હોય તે બતાવે ! જે કરવું પડે તે બધું જ કરવા તૈયાર છું. ! સાચું કહેજે ! આમ જ કહે ને? પણ ના, બંધુઓ ! આ તે નિર્વાણને અધિકારી આત્મા ભરત હિતે તેથી તેને, તેને દીકરે તીર્થકરત્વ પ્રાપ્ત કરે તેમાં અનહદ આનંદ જ હોય ! ભરત ચકવતી, જ્યાં મરિચિ હતા ત્યાં ગયા, જઈને વિધિવત્ ત્રણ વાર વંદન કર્યા. મરિચિ તે આશ્ચર્યમાં પડી ગયા. આ શું ? જ્યારથી મેં આ વેષ ધારણ કર્યો, ત્યારથી મને કદી તેઓએ વંદન કર્યા નથી, અને આજે કેમ વંદન કરે છે ? આપણને પણ પ્રશ્ન થાય કે ભરત કેમ વંદન કરતા નો'તા? મરિચિ જ્યાં સુધી મુનિ વેષમાં હતાં. ત્યાં સુધી ભરત ભાવપૂર્વક વંદન કરતા પણ ચારિત્રથી પતિત થયાં પછી નથી કરતાં. કારણ એ જ કે જે ચારિત્રથી પડ્યા છે તેને વદવાથી, તેનું બહુમાન કરવાથી, તેને અનુમોદન મળે. તે એમ સમજે કે મેં જે કર્યું છે તે ઠીક જ કર્યું છે. તે જ બધા મને