SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 138 હું આત્મા છું જ્ઞાનમાં સંપૂર્ણતા નથી હોતી. લોકાલેકનાં સંપૂર્ણ વૈકાલિક ભાને જોવાનું સામર્થ્ય તે માત્ર કેવળજ્ઞાનમાં જ હોય. અન્ય જ્ઞાને પછી તે અવધિજ્ઞાન હોય કે મનઃપર્યાવજ્ઞાન હોય પણ બધાં જ અપૂર્ણ. બધાં જ કેવળજ્ઞાનને અનંતમે ભાગે. તેથી કેવળજ્ઞાની ભગવંત આત્મા તથા અન્ય દ્રવ્યનું જેવું સાંગોપાંગ જ્ઞાન કહી શકે તેવું અન્ય ન કહી શકે. અહીં પ્રશ્ન એ છે કે સર્વ કેવળી પરમાત્માઓ અંતકૃત કેવળી જ થયા. હત, કેવળજ્ઞાન પામી તરત મોક્ષે પધારી ગયા હતા તે આજે આપણી પાસે જે અધ્યાત્મ શાસ્ત્રો છે તે ન હેત. મોક્ષમાર્ગ પામી શક્યા ન. હોત. સદ્ગુરુદેવ પણ જે માર્ગ બતાવે છે તે જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા તના આધારે જ. ભગવાન ઋષભદેવથી ચાલી આવતી આ પરંપરા લાખ કરોડો વર્ષો જ છે તેથી જ તેઓ આપણે અનંત- અનંત ઉપકારી છે. તેથી જ શ્રીમદ્જી ગ્રન્થની પૂર્ણાહુતિમાં મંગલાચરણ કરતાં જિનેશ્વર પ્રભુના ચરણોમાં પિતાની શ્રદ્ધા સમર્પિત કરે છે. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત..૧૪ર... અહા ! કેવી અનુપમ દશા ! દેહ હોવા છતાં પણ જેને દેહ હેવાનું ધર્મો હેય, દેહનું સ્વાભાવિક પરિણમન હોય, આત્મા એ દેહમાં જ પૂરાયેલે હય, દેહ ન છૂટે ત્યાં સુધી છૂટી શકવાની શક્યતા ન હોય, આ બધું હોવા પછી પણ આત્મા દેહ-ભાવથી પર હેય. દેહ હોય . પણ દેહભાવ ન હોય. દેહ હો તે એક વાત છે અને દેહભાવ હવે એ બીજી વાત છે. દેહ તે સર્વ સંસારી જીવેને હોય જ ન હોય માત્ર સિદ્ધને. જેને. દેહ નથી તેને દેહભાવ શું અને દેહાતીત દશા શું ? કંઈ જ નહીં. દેહ રહિત જ છે તેને દેહની અપેક્ષાએ થવાવાળા ભાવ કે અભાવ ન.
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy