________________ હું આત્મા છું છ પદમાં પહેલું “આત્મા છે. બીજું “તે નિત્ય છે. તેમાં આત્મા શુદ્ધ, બુદ્ધ, સદા સદ-ઉપયોગી, જ્ઞાયક, વેદક સ્વભાવી, ત્રિકાળી સત્ અનુત્પન–અવિનાશી સ્વયંભૂ ચેતન દ્રવ્ય છે તે જીવ છે. અને આત્માથી ભિન્ન દેહાદિ સર્વ દ્રવ્યો, જેમાં જ્ઞાયતા–વેદકતાનો અભાવ, ચૈતન્યને અભાવ. તે જડ છે, અજીવ છે. આમ પ્રથમ બે પદમાં “જીવ અને અજીવ બંને તની સિદ્ધિ થાય છે. ત્રીજુ પદ “આત્મા કર્તા છે. અર્થાત્ એ કર્મને કર્તા છે. જીવ શભા-શુભ ભાવ વડે કર્મોને ખેંચે છે. જે સમયે ખેંચે છે તે જ સમયે બાંધે છે. અને એક સમયે જ થાય છે. કર્મોને ખેંચવા તે આશ્રવ અને આત્મા સાથે કર્મોનું બંધા વું તે બંધ, આમ કર્તા પદમાં “આશ્રવ અને બધી તત્ત્વો સમાવેશ થાય છે. ચેથું પદ “આત્મા ભકતા છે અર્થાત્ કરેલા શુભા-શુભ કર્મને આત્મા ભગવે છે. શુભ કર્મનું ફળ પુન્યરૂપે ભેગવાય, અશુભ કર્મનું ફળ પાપરૂપે ભેગવાય. તેથી ભેકતાપદથી પુન્ય” અને “પાપ” તત્ત્વની સિદ્ધિ થાય છે. પાંચમું પદ મેક્ષ છે અર્થાત્ શુભા-શુભ કર્મથી બંધાયેલા જીવને મિક્ષની અનિવાર્ય આવશ્યકતા છે. તેથી પાંચમા પદમાં મિક્ષ તત્વને સમાવેશ થાય છે. - છઠ્ઠ પદ “મેક્ષ ઉપાય છે.” મોક્ષનો ઉપાય શું? જેનાથી બંધાયે, તેનાથી વિપરીત ઉપાય તે મોક્ષ. આશ્રવ અને બંધથી જીવને બંધાવું થયું. સંવર કરે તે આશ્રવ અટકી જાય અને પછી નિર્જરાના બળે બંધાયેલા કર્મો ખરી જાય. સર્વ કર્મથી મુક્ત થવું તે મેક્ષ છે. સંવર અને નિર્જરા, જીવને સર્વથા કર્મથી મુક્ત કરે છે. આમ છઠ્ઠા પદથી - સંવર” અને “નિર્જી” તત્ત્વની સિદ્ધિ થાય છે. છ પદની વિચારણાથી કહો કે નવતત્વની વિચારણાથી કહે, બંનેમાં કશું ય અંતર નહીં. છ પદની યથાર્થ શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છ પદની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. પણ