SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું - આત્મસિદ્ધિ અધમ-ઉદ્વારિણું છે. પતિતને, પાપીને, પાવન કરનારી છે. પણ એક પ્રશ્ન થાય છે, શું આપણે પાપ ધોવા ઈચ્છીએ છીએ? અને હવે એ પાપથી અકળાયા છીએ? કઈ પણ વ્યક્તિ ન તે એકલાં પાપકર્મોથી ભરેલું હોય છે કે ન તે એકલા પુણ્ય કર્મોથી. એ છે વ અંશે બને પાપ અને પુણ્ય દરેક જીવમાં પડેલું હોય જ છે અને તેમાં હાનિ -વૃદ્ધિ થતી રહે છે. શુભ ભાવ વધે તે પુણ્યની વૃદ્ધિ થાય છે, અને અશુભ ભાવ વધે તે પાપની વૃદ્ધિ થાય છે. આમ આ બને ધારાઓ સાથે ચાલે છે. તે આત્મા પર રહેલાં પાપને જોવા માટે સુર-સરિતા, એટલે કે દેવ-નદી જેવી આત્મસિદ્ધિ છે. એટલું જ નહિ, આ શાસ્ત્ર શુભ -અશુભથી પર થઈ શુદ્ધ ભાવમાં સ્થિરતા કરાવવા માટેનું અમેઘ બળ પુરૂં પાડે છે. પણ એ માત્ર રટી જવાથી પાપને દૂર ન કરે. વીતરાગની વાણું રૂપ આ પાણી જીવને ત્યારે જ પાવન કરે છે કે જ્યારે એ વાણું સાંભળીને આચરણમાં ઉતારાય. માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં જે ભાવ બતાવ્યા છે તે ભાવોમાં લીનતા સેવાય તે જરૂર પાપ ધોવાય અને આત્મા વિશુદ્ધ બને. વળી આ શાસ્ત્ર જેમણે આપણને આપ્યું તે પૂર્વજન્મના “ગભ્રષ્ટ” આત્મા હતા. એટલે કે પૂર્વ ભાગમાં સાધના કરતાં કરતાં જેમનું આયુષ્ય અધવચ્ચે જ પૂર્ણ થઈ ગયું. જેથી સાધના અધૂરી રહી હતી અને અહીં પૂરી કરવા આવ્યા હતા. તેવી ચિત્તદશાના કારણે જ તેમને નાની ઉંમરમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જે જ્ઞાનમાં તેઓએ પિતાના પૂર્વજન્મને જાણ્યા. આ જ્ઞાનની વિશેષતા એ છે કે તેમાં જીવ સંસી પંચેન્દ્રિયના 900 ભવ જોઈ શકે, જે વચમાં કઈ બીજો અસંજ્ઞીને ભવ ન થયો હોય તે. આમ શ્રીમદ્જીએ પિતાના અનેક ભવે જોયા અને સાથે જ આત્માની અનુભવ દશા પણ હતી. તેમાંથી કુરાયમાન થયેલાં આ તો શાસ્ત્રરૂપે આપણને મળ્યાં. અહીં શ્રી સૌભાગ્યભાઈને ભગીરથ કહ્યા છે. હિન્દુપુરાણમાં એવી માન્યતા છે કે પૃથ્વી પર પાપ વધી ગયાં હતાં. અને પવિત્ર ગંગાને સ્વર્ગથી નીચે ઉતારી આ ભૂમિ પર વહેવડાવવાની જરૂર હતી. ત્યારે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy