________________ * આત્મસિદ્ધિ ગ્રંથ માટે બે શબ્દો ; પ. પૂ. લલિતાબાઈ મહાસતીજી તથા પ. પૂ. તરૂલતાબાઈ સ્વામીજી આદિ ઠાણાંના તીરૂપુરમાં ચાતુર્માસનાં પાંચ મહીનાઓમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પ. પૂ. તરૂલતાબાઈ સ્વામીજીએ પિતાની વિદ્વતાથી અમારા સમાજને પ્રવચન આપ્યા અને એવી સચોટ ભરી રીતે સોને સમજાવી અમૂલ્ય લાભ આપે તેઓની સમજાવવાની પદ્ધતિ સરસ છે અમારા શહેરના બધાઓના મગજમાં સારી રીતે ગોઠવાઈ ગઈ અને અમારા જીવનમાં સારો એ પલટો આવી ગયે. ધર્મ તરફ ઉચ્ચ ભાવનાં કાયમ સ્થપાઈ ગઈ અને મેક્ષ . માર્ગ તેમણે સમજાવેલ અને તે તરફ રસ જાગેલ છે આ બધો ઉપકાર પ. પૂ. સ્વામીજી જૈન સમાજને જેના દર્શન સમજાવતા બધાના હૈયા હર્ષથી ઉછળી રહ્યા છે અમો સૌ તેમને કયારે પણ ભૂલી શકતા નથી. આવી અમૂલ્ય વાણું અમને મળી છે માટે જૈન સમાજ ધન્ય બની ગયું. અમારા હૃદયમાં તેઓ હજી એક ચાતુર્માસ અને આપે એવી ભાવના છે. RE - શ્રી તીરૂપુર જૈન સંઘ છે તીરૂપુર (તામીલનાડુ) 0