________________ આત્મ-ચિંતન.. હું....આત્મા છું”..... “હું ....આત્મા છું ." અનંત સુખ..એ મારો સ્વભાવ . મારી એક એક પ્રદેશે....અનંત સુખ વિદ્યમાન છે...નિરંતર નિશદિન... સુખને અનુભવ કરે.... એ મારે સ્વભાવ.. સુખ મારો ગુણ છે...જેના પર... દુઃખને પડછાયે પણ. પડી શકે નહીં. હું મારા સુખ સ્વભાવી આત્માને જાણું...... આત્માને ઓળખું....આત્મામાં સ્થિર થાઉં......તે એ સુખને માણી શકું છું.... શાશ્વત સુખ..........નિરાબાધ સુખ ...માત્ર આત્મામાં જ છે........ આજ સુધી..... ઇદ્રિના સંગે....... જે કાંઈ સુખ માણ્યા....એ સુખ નહીં..સુખાભાસ... પરિણામે દુઃખ કર્તા....પરિણામે બંધનકર્તા ...શરીરનું સુખ એ સાચું સુખ નથી... મનનું સુખ. એ પણ સાચું સુખ નથી...શરીર અને મનથી...પર થઈને... હું મારામાં સ્થિર થાઉં... મને પોતાને અનુભવું.... મને નિહાળું. આ આત્મામાં.....અનંત સુખને મહાસાગર.........ઉછાળા મારી રહ્યો છે. સુખનો...શાંતિને..... સમીર વહી રહ્યો છે..... આત્મામાં ઉતરું.તે સુખ સિવાય ત્યાં બીજું કશું નથી તે જાણું...જગતના પદાર્થોને.... સુખનું કારણ માની. તેમાં અટવાતે રહ્યો. લેભાને રહ્યો. તેમાંથી સુખ મેળવવાને....... મિથ્યા પ્રયત્ન કરતો રહ્યો. પરિણામે દુઃખને પામે. સંસાર વધ્યો.... પરિભ્રમણ વધ્યું...... આધિ. વ્યાધિ ઉપાધિ. વધી.. - હવે એ બધાથી મુક્ત થવા માટે... સંસાર સુખ ન જોઈએ... વૃત્તિઓને સંસારથી પાછી વાળી લઈ... મારામાં જ સ્થિર કરૂંતે અનંત સુખને પામી જાઉં..... તે માટે સતત પુરુષાર્થ દ્વારા.... પેલે પલની જાગૃતિ દ્વારા ... મારામાં ઠરી જાઉં... સ્વમાં સમાઈ જાઉં નિજમાં ખવાઈ જાઉં... તે અનંત સુખની અનુભૂતિ કરી શકું... - તેમાં વધુ એકાગ્ર થઈ.... અંતરમાં વધુ ઊંડા જઈ. આત્માનું ચિંતન કરીએ.... “હું..આત્મા...” હું.. આત્મા છું” શાંતિ " 8 શાંતિ , “શાંતિ