________________ 348 હું આત્મા છું સિંહ જે. વિકરાળ સ્વરુપ અને રેષથી તગતગતી આંખે. ગુફાના મુખ પર બેઠે છે. ક્ષેભ પામી સાધ્વીજીએ બે ડગલાં પાછી હઠી ગઈ. અંતરમાં ભયને સંચાર થયું. આ જ ગુફા, પણ મુનિ નથી. વનરાજ છે. જરૂર કંઈક અમંગળ થયું હશે. ધ્યાનસ્ત મુનિને કેળિયે થઈ ગયે હશે. અને બન્ને બહેને પાછી ફરી. હૈયામાં ભય, ખેદ, નિરાશા અને દુઃખ લઈ ધીમે પગલે ગુરુદેવના ચરણે આવી. ગુરુદેવ! મુનિના સ્થાને મહાકાળને જે ! મુનિ કયાં ? શું થયું ? અને ગુરુદેવે સાધ્વીઓને આશ્વસ્ત કરી ! દેવાનુપ્રિયે ! મુનિ ત્યાં જ છે. એ જ મુનિ હતે. સિંહ નહીં, સાધક હતે ! પણ એ ભૂલ્ય! ભાન ભૂ! તમારા પ્રત્યેનું મમ, અને પિતાની શક્તિઓનું અહં એને પતનનું કારણ બન્યું. અને ગુરુદેવ બેદ-ખિન્ન બની ગયા. ઉત્તમ શિષ્યની અ૫ ત્રુટિ, જિનશાસનની વિકસતી ક્ષિતિજને અવરોધ બની ગઈ! આવનાર આંધીનાં એંધાણે ગુરુદેવ ખળભળી ઉઠ્યા. સમય થતાં મુનિ લિભદ્ર આવ્યા. ગુરુ ચરણે મસ્તક નમાવ્યું, કરેલ સાધનાને વૃત્તાંત કહ્યો, સાથે જ સરળ હૃદયી શિષ્ય પોતે ફેરવેલી લબ્ધિની બીના પણ કહી. ગુપ્ત કંઈને તું. ગુરુદેવની ગંભીરતાએ મૌન ધારણ કર્યું ! પણ પછી સ્થૂલિભદ્રજી ગુરુ ચરણમાં વધુ જ્ઞાન આરાધનાની આજ્ઞા માગે છે અને ગુરુદેવ ફરમાવે છે. વત્સ ! પાત્રમાં છિદ્ર પડ્યું, હવે તેમાં કંઈ ન ભરાય ! બસ, દશમા પૂર્વની જ્ઞાન ધારા થંભી ગઈ. આગળ ન વધી બંધુઓ! ઈતિહાસ કહે છે છેલ્લા નવ પૂર્વધારી શ્રી સ્થૂલિભદ્ર મુનિ થયા. તે પછી ઈતિહાસે એથી વધુ પૂર્વધર કઈ જ નહીં. જુઓ ! પાત્ર જીવ, સાધના દ્વારા શક્તિઓને તો પામે પણ ક્ષણિક સ્વાર્થવશ એ લબ્ધિઓને પ્રવેગ થાય તે પાત્રને નંદવાતાં વાર ન લાગે ! કેટલી આત્મજાગૃતિની આવશ્યક્તા છે? એક વાર પાત્રતા પ્રગટયા પછી તેને જાળવી રાખવા માટે કયાંય આડું - અવળું ડગલું ન ભરાઈ જાય તેને માટે નિત્ય તકેદારી રાખવી જ રહી. માટીના ઘડાને નિભાડામાં