________________ 336 હું આત્મા છું નને એક સદ્દગુણ ગ્રહણ કરવાનો નિશ્ચય કરે અને પછી કુ-વિચારના ફળ રૂપે જુગાર રમે કે નહીં એ નકકી કરજે. શ્રીમદ્જીએ કહ્યું કે આત્માથી જીવ સદ્ગુરુના બોધને અંતરમાં ઉતારે છે. તેથી તેનામાં સુ-વિચારણા એટલે કે સમ્યગ વિચારણા જાગૃત થાય છે. જે વિચારોમાંથી ચિંતન જન્મે છે. વિચારે તે સહ કરે પણ સમ્યમ્ માગે તેને ચિંતન રૂપમાં પરિણમન કરવું તે જુદી વાત છે. જ્યાં ચિંતન છે ત્યાં મંથન છે. આત્મવિષયક ઉપદેશ સાંભળ્યા પછી, અંતરમાં તેનું મંથન થાય તે તેમાંથી આત્મઅનુભવ રૂપ નવનીત નીકળે છે અને નવનીત જ પુષ્ટિ આપનાર બળ છે. આત્માથી સાધકના ચિંતનમાં ‘હું આત્મા છું' નું રટણ નિશદિન ચાલતું હોય. શુદ્ધ સ્વરૂપી, અખંડ ચિપ ત્રિકાળી દ્રવ્ય હું આત્મા. આ વિચારણા તેને અનુભવ દશા તરફ લઈ જાય કે જે અનુભવ જ સાચા સુખનું કારણ છે. માટે જ શ્રીમદ્જી કહે છે. સુખદાયક સુ-વિચારે પ્રગટે છે. જે માનવ કુ-વિચારોના વમળમાં ફસાયેલું રહે તો તે પરિણામે દુઃખકર્તા જ બને છે. કુ-વિચારેનું ફળ સારૂં હોય જ નહીં. જેવા વિચાર તેવો જ કર્મબંધ અને તેવું જ ફળ. માટે જ ફરી ફરીને આપણું વિચારોને તપાસી તેમાં કેઈ હલકું તત્ત્વ હેય તે તેને દૂર કરી સાત્વિક વિચારો કરતાં શિખવું પડશે. તે માટે સદગુરુના બોધને અંતરમાં વાસ કરાવવો પડશે. દશા પામવી પડશે. આમ દશા પામેલા જીવને સમ્યગ દિશા મળી જાય છે અને એ દિશામાં આગળ વધતાં છેવટની મંઝિલ પણ પ્રાપ્ત થાય છે. તે ક્યાં અને કયારે એ અવસરે....