________________ 328 હું આત્મા છું હું છું તેની જ ખબર નથી તો મારે શું કરવું જોઈએ તે કેવી રીતે જાણી શકે ? વળી ધર્મનાં બાહ્ય અનુષ્ઠાન પણ આત્મવિસ્મૃતિપૂર્વક કરતા હોય તેથી એ જીવ માર્ગે નથી. પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ આપનાર કમઠ સંન્યાસી પંચાગ્નિ તપ તપે છે. વૈશાખ મહિનાની આગ વરસાવતી ગરમીના બપોરે, ગામની બહાર ખુલ્લામાં પિતાની ચારે બાજુ કાષ્ઠની અગ્નિ પ્રગટાવી બેઠો છે. પાંચ બાજુથી તપી રહ્યો છે, શરીરને ભયંકર કષ્ટ આપી રહ્યો છે, પણ આત્મજગતમાં ભૂલેલે છે. આત્માને સ્પર્શ થયે નથી. માત્ર દૈહિક ક્રિયાઓ વડે જગતના જીવને ભૂલવામાં નાખવાના જ પ્રયત્નો ! બંધુઓ ! આવું તપ તપ્યા પછી પણ આત્મબ્રાંતિ કયાંથી મટે ? મેક્ષ માર્ગ કયાંથી લાધે ? તેથી જ શ્રીમદ્જીએ આત્માથીની દશા વર્ણવતાં, મોક્ષમાર્ગના ઈચ્છક જીવની સત્પાત્રતા કેવી હોય તે બતાવી દીધી. આટલી પાત્રતા આવ્યા પછી જ માર્ગ મળે અને અંતર રેગ ટળે. હવે આ જીવ આગળ કે પુરુષાર્થ કરી શકે છે તે અવસરે...