SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 318 હું આત્મા છું સવળી માન્યતાની રાખ વડે, કષાયના અગ્નિને ભારી દીધો હોય. પણ એ રાખમાં યે એટલી શક્તિ હોય કે તે અગ્નિની ઉષ્ણતાને અનુભવ ન થવા દે. આવા જીને કષાના ઉદય નવતે એમ નહીં, પણ એ સાવધાન હોય, તેથી આવેલા ઉદયમાં ભળી ન જાય. કદાચ કયારેક સાવધાની ચૂકાય અને ઉદય તેને પિતાનામાં ખેંચી જાય. તે ત્યાંથી તરત જ પાછા વળવાની જાગૃતિ સામર્થ્ય કેળવી લીધું હોય ઉદયમાં આવેલા કષાયમાં ભળી જવા પણ થાય કે તરત આત્માથી વિચારે, કે કષાય એ મારું સ્વરૂપ નથી. હું અકષાયી, નિર્મલ આત્મા છું, કેધાદિ રૂપ પરિણમવું એ પરભાવ છે. પરભાવના આશ્રયે આશ્રવ આવે અને એના પરિણામે બંધ પરંપરાની કડી જોડાતી જાય માટે કેધાદિન નિમિત્તે અંદરમાં ઉદય પામતા ધાદિ સ્વરૂપ હું ન હોવાના કારણે, મારે મારામાં રહેવું છે. આ ઉદય સમયના પરિપાક સાથે પૂર્ણ થશે અને કર્મો નિર્જરી જશે.” ઉદયમાં આવેલ કર્મોને અનુભવ જીવ કરે કે ન કરે. તે ખરવાના સ્વભાવવાળા છે માટે ખરી જ જશે. જરૂરી નથી કે જેટલાં કર્મોને ઉદય થાય તે સર્વને અનુભવ કરે જ ! સર્વનું વેદના થાય જ ! ન પણ થાય છતાં તેની નિર્જરા થઈ જ જાય છે. મહાપુરુષોના જીવનમાં તે સાંભળ્યું જ છે, કે તેઓ આત્મ-સ્વરૂપની રમણતામાં લીન હતા-અંદરને આનંદ લૂંટતા હતા, તેથી બહાર ગમે તેવાં નિમિત્તો આવ્યાં તેઓ ડગ્યા નહીં. ઉદયમાં ભળ્યા નહીં. કર્મોની સામું તેઓએ જોયું નહીં. બિચારાં કર્મો નિર્માલ્ય થઈને ચાલ્યાં ગયાં. અરે ! આપણા વ્યાવહારિક જીવનમાં પણ આપણે અનુભવ્યું છે કે કોઈ કડવા શબ્દ-પ્રહારથી આપણને ઉત્તેજિત કરવા ધારે, પણ આપણે મનથી નિશ્ચય કર્યો હોય કે મારે ઉત્તેજિત નથી જ થવું, અને ન થઈએ તે સામે માણસ એકલો કયાં સુધી ઝઝૂમી શકે ! તે થાકીને ચાલ્યો જાય છે, હારી જાય છે. એમ જ બંધુઓ ! આપણું કર્મોનું પણ એવું જ છે. એ ઉદયમાં તે આવ્યા જ કરશે, એને ઉદયમાં આવવાને કમ એક પળ પણ રેકતા નથી. તે નિરાબાધ ગતિથી આવ્યા જ કરે. પણ સાક્ષીભાવે જેવા ટેવાયેલે આત્માથી જીવ તેને માત્ર જોયા કરે, તેમાં ભળે નહીં.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy